શોધખોળ કરો
ભરૂચઃ શિક્ષકે વિદ્યાર્થીઓને ગ્રુપમાં મોકલી દીધા અશ્લીલ વીડિયો, વાલીઓએ શિક્ષકના કર્યા કેવા હાલ ?
અશ્લીલ વીડિયોને કારણે લોકો ખૂબ જ ઉશ્કેરાઇ ગયા હતા અને શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. જીઆઈડીસી પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરુચઃ અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આવેલ સરસ્વતિ વિદ્યામંદિર શાળાના શિક્ષકે શાળાના ઓનલાઈન ગ્રૂપમાં અશ્લીલ વિડીયો નાખતા હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અર્થે બનાવાયેલ વોટ્સએપ ગ્રુપમાં વીડિયો પોસ્ટ કરાયા છે. વાલીઓએ શાળા પર પહોંચી ભારે વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, અશ્લીલ વીડિયોને કારણે લોકો ખૂબ જ ઉશ્કેરાઇ ગયા હતા અને શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. જીઆઈડીસી પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, કોરોના મહામારીને પગલે અત્યારે સ્કૂલો બંધ છે. ત્યારે હાલ, ઓનલાઇન એજ્યુકેશન ચાલી રહ્યું છે. આ જ ઓનલાઇન એજ્યુકેશનને પગલે અંકલેશ્વની સ્કૂલ દ્વારા ઓનલાઇન ગ્રૂપ બનાવ્યું હતું. આ ગ્રૂપમાં શિક્ષકે અશ્લીલ વીડિયો પોસ્ટ કરી દેતાં હોબાળો મચી ગયો હતો.
વધુ વાંચો




















