PM Modi Gujarat Visit: 5 જૂને PM મોદી આવશે ગુજરાત, પોતાના ડ્રીમ પ્રોજેક્ટની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પાંચ જૂને સુરત જિલ્લાની મુલાકાત લેવાના છે. પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે પીએમ મોદી આવવાના છે.
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પાંચ જૂને સુરત જિલ્લાની મુલાકાત લેવાના છે. પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે પીએમ મોદી આવવાના છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ લઈને પીએમ આવનાર હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અને દેશની સર્વ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સુરત સ્ટોપેજ પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બની રહ્યું છે. જે પ્રોજેક્ટની સંભવિત કામગીરી નિહાળવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ પાંચ જુનના રોજ આવશે.
અજમેરથી રાજસ્થાનના આ જિલ્લાઓ સુધી પીએમ મોદી પહોંચાડશે પોતાનો સંદેશ
ડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm narendra modi) આજે અજમેરમાં જાહેર સભાને સંબોધશે. અહીંથી રાજ્યની કુલ 40-42 વિધાનસભા બેઠકો પર પ્રભાવ પાડવાની તૈયારી છે. અહીંથી રાજ્યની 8 લોકસભા બેઠકો પર પ્રભાવ પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અજમેરમાં પીએમની જાહેરસભાને ચૂંટણી માનવામાં આવી રહી છે. કારણ કે ચૂંટણી ખૂબ નજીક આવી ગઈ છે. આવી સ્થિતિમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જગાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમાંથી અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. અહીં અનેક જિલ્લાઓમાંથી ભાજપના કાર્યકરો હાજર રહેશે. એક માહિતી અનુસાર અહીં 2 લાખથી વધુ લોકોને લાવવાની તૈયારી છે. આ માટે વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ, સંગઠન મહાસચિવ ચંદ્રશેખર છેલ્લા ઘણા દિવસોથી તૈયારી કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અજમેર વિસ્તારના તમામ મતદારોને મળવાનું કામ ચાલી રહ્યું છે.
કાર્યક્રમ કંઈક આવો હશે
બીજેપીના મુખ્ય પ્રવક્તા રામ લાલ શર્માએ જણાવ્યું કે પીએમ મોદી બપોરે 3 વાગે વિશેષ વિમાન દ્વારા કિશનગઢ પહોંચશે. બપોરે 3.35 કલાકે હેલિકોપ્ટર દ્વારા પુષ્કર મંદિર પહોંચશે. પુષ્કરમાં પીએમ મોદી બ્રહ્મા મંદિરમાં અભિષેક કરશે. ત્યાર બાદ સાંજે 4:40 કલાકે હેલિકોપ્ટર દ્વારા કયાડ વિશ્રામ સ્થલી ખાતે કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર જનસભાને સંબોધશે અને મહા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરશે. ચૂંટણીની દ્રષ્ટિએ ભાજપ માટે આ એક મહત્વપૂર્ણ રેલી અને સભા છે.
9 વર્ષમાં બધું બદલાઈ ગયું