શોધખોળ કરો
Advertisement
સુરતમાં CAAના સમર્થનમાં ભાજપની વિશાળ રેલી, MLAs સહિત મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા
સુરતમાં યોજાઈ રહેલી રેલીમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા છે અને કાયદાને સમર્થન આપવાની વાત કરી હતી.
સુરતઃ નાગરિક સમિતી દ્વારા સમગ્ર ગુજરાતમાં CAA એટલે કે નાગરિકતા સુધારા કાયદાના સમર્થનમાં રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં યોજાનારી રેલીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપવાના છે.
સુરતમાં યોજાઈ રહેલી રેલીમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા છે અને કાયદાને સમર્થન આપવાની વાત કરી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમો પણ જોવા મળ્યાં હતાં. આ રેલીમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવા પણ હતા.
સુરતમાં વનિતા વિશ્રામથી જિલ્લા સેવા સદન સુધી સુરત નાગરિકતા સમિતી દ્વારા આ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકો CAAના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યાં હતા અને પોસ્ટર્સ-બેનર્સ લઈને રેલીમાં જોડાયા હતાં. આ રેલીમાં જોડાયેલા મુસ્લિમ ધર્મના લોકોએ પણ કાયદાનું સ્વાગત કરીને કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion