શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

Gujarat Election: સુરતના યોગી ચોકમાં આમ આદમી પાર્ટીની સભા બાદ પથ્થરમારો, રામ ધડુકે બીજેપી પર લગાવ્યો આરોપ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક પાસે બબાલ થઈ છે. ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક પાસે બબાલ થઈ છે. ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. બન્ને પક્ષોએ સામ સામે પથ્થરમારો કર્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ પથ્થરમારામાં અનેક ગાડીના કાચ પણ તૂટ્યા છે. તમને જણાવી દઈએ કે, કામરેજ વિધાનસભાનો મત વિસ્તાર છે યોગી ચોક. ભાજપ તરફથી પ્રફુલ્લ પાનસેરીયાએ ઉમેદવારી કરી છે. તો બીજી તરફ આપ તરફથી રામ ધડુકે ઉમેદવારી નોંધાવી છે. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં બન્ને પાર્ટીના નેતાઓ એક બીજા પર આરોપપ્રત્યારોપ લગાવી રહ્યા છે. આ અંગે આપ નેતા રામ ધડુકે કહ્યું કે, બીજેપીની સભા સુપર ફ્લોપ થઈ રહી છે એટલે આવા કૃત્યો કરે છે.

પુરુષોત્તમ રૂપાલાની સભા પહેલાં ભાજપમાં ભંગાણ

 વિધાનસભા ચૂંટણી પહેલા પાદરામાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. પાદરા વિધાનસભાના અપક્ષના ઉમેદવારના સમર્થનમાં ભાજપ સંગઠનના હોદેદારોએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામાં આપી દીધા છે. આજે સાંજે 7 કલાકે ભાજપના પુરુષોત્તમ રૂપાલાની જાહેરસભા પહેલા પાદરા ભાજપમાં મોટો ભડકો થતા રાજકારણ ગરમાયું છે. વડોદરા જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન ભાવસારે પણ રાજીનામું આપી દીધું છે. 

પાદરા તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન પુરાની તથા મહામંત્રી તુપ્તિબેન પટેલ સહિતના હોદેદારો, પાદરા તાલુકા ભાજપના સંગઠન મહામંત્રી મેહુલ અમીન તથા મંત્રી સંદીપ પટેલ તથા મંત્રી કિરણ મહંત મંત્રી રાકેશ પટેલ અને કોશાધ્યક્ષ મનોજ પટેલ તાલુકા ભાજપના હોદેદારો, પાદરા શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ, મહામંત્રી અને ઉપપ્રમુખ સહિત હોદેદારો તથા પાદરા નગર યુવા મોરચાના ઉપપ્રમુખ, મંત્રી અને કોશાધ્યક્ષે પણ રાજીનામાં આપી દેતા ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત પાદરા તાલુકા ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના મોટાભાગના હોદેદારોએ પણ રાજીનામાં આપી દીધા છે. તેમની સાથે સાથે પાદરા બજાર સમિતિના પ્રમુખ સહિતના ડિરેક્ટરોએ પણ ભાજપને રામ રામ કરી દીધા છે.

વાઘોડિયા વિધાનસભામાં ભાજપમાં મોટું ભંગાણ

વડોદરાની સૌથી ચર્ચાસ્પદ ગણાતી વાઘોડિયા વિધાનસભામાં આજે ભાજપમાં ભંગાણ સર્જાયું છે. નવાઈની વાત તો એ છે કે ભાજપના 300 કાર્યકરોએ રાજીનામું આપી અપક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને સમર્થન આપ્યું છે.

ચૂંટણી આવે કે ન આવે પરંતુ વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક કાયમ ચર્ચામાં રહેતી હોય છે. જેમાં આ વખતે ભાજપે 6 ટર્મથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જેને લઈને અહીં ત્રીપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ગત ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ સામે 10 હજાર મતથી હારેલા ભાજપના પૂર્વ નેતા અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાલ પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે અને તેઓએ આજે ભાજપમાં ભંગાણ સર્જી વાઘોડિયા વિધાનસભાના 300 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોને પોતાના સમર્થનમાં કર્યા છે. કારણકે આ બેઠક પર ક્ષત્રિય મતદાર વધુ હોવા છતાં ક્ષત્રિયને ટિકિટ ભાજપે આપી નથી. એટલે હવે અહીં ભાજપના અશ્વિન પટેલ, કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડને છોડીએ તો અપક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અપક્ષથી જ ચૂંટણી લડતા મધુ શ્રીવાસ્તવ એમ બે બાહુબલીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા

 ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.  ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સુધા નાહટા ભાજપમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં સત્તાવાર જોડાયા છે. તેમણે મજુરા વિધાનસભામાં આપના કન્વીનર બની પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. ભાજપમાં આંતરિક જૂથબંધી અને વ્યક્તિ પૂજાથી વ્યથિત થઈને રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Embed widget