CRIME NEWS: સુરતમાં પતંગ ચગાવવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો, 19 લોકોની ધરપકડ, અનેક વાહનોને નુકસાન
CRIME NEWS: સુરતના નાનપુરા વિસ્તારમાં પતંગ ચગાવતી વેળાએ બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આ ઘર્ષણમાં પત્થરમારો કરવામાં આવ્યો. તો બીજી તરફ આ સમગ્ર મામલે બંને જૂથ વચ્ચે સામસામે પોલીસ ફરિયાદ નોધાઇ.
CRIME NEWS: સુરતના નાનપુરા વિસ્તારમાં પતંગ ચગાવતી વેળાએ બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આ ઘર્ષણમાં પત્થરમારો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ સમગ્ર મામલે બંને જૂથ વચ્ચે સામસામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. જેમાં પોલીસે ૧૪ પુરષ અને ૫ મહિલા મળી ૧૯ લોકોની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ સુરતના નાનપુરા ખલીફા મહોલ્લામાં પતંગ ચગાવતી વેળાએ બોલાચાલી બાદ બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને વાત વણસી જતા પત્થરમારો થયો હતો. આ ઘટનાને લઈને અહી વાતાવરણ તંગ બન્યું હતું. પત્થરમારામાં બે થી ત્રણ લોકોને ઈજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું હતું તો બીજી તરફ અહી રહેલી ૪ ફોરવ્હીલ અને ૮ બાઈકને પણ નુકશાન પહોચ્યું હતું.
બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે આવી મામલો થાળે પાડ્યો હતો. આ બનાવમાં બંને જૂથ વચ્ચે સામસામે ફરિયાદ નોંધાઈ છે. એક જુથે નોંધાવેલી ફરિયાદમાં પતંગ ચગાવતી વેળાએ બીભત્સ શબ્દો બોલી છેડતી કરી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તો બીજી તરફ આ ઘટનામાં પોલીસે બંને જુથમાંથી કુલ ૧૪ પુરુષ અને ૫ મહિલા સહીત ૧૯ લોકોની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે અથવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
આ ઉપરાંત અહી થયેલા પત્થરમારાના વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે અહી પતંગ ચગાવ્યા બાદ બોલાચાલી બાદ પત્થરમારો થયો હતો. આ ઘટનામાં ૩ થી ૪ લોકોને સામાન્ય ઈજાઓ પણ થઇ હતી. બીજી તરફ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ત્રણ દિવસથી ગૂમ નર્સનો હોસ્પિટલમાંથી મળ્યો મૃતદેહ
અમદાવાદની ચાંદખેડા હોસ્પિટલમાંથી નર્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ યુવતી છેલ્લા ત્રણ દિવસથી ગૂમ હતી બાદ તે મૃત હાલતમાં હોસ્પિટલમાંથી મળી આવી હતી. સાથે સુસાઇડ નોટ પણ મળી છે. અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાંથી આજે નર્સનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. છેલ્લા ત્રણેક દિવસથી હોસ્પિટલમાં કામ કરનારી મહિલા નર્સ ગુમ હોવાની ચર્ચા ચાલી રહી હતી. આજે SMS હોસ્પિટલમાંથી નર્સનો મૃતદેહ સાથે સુસાઈ નોટ મળી પણ મળી આવી છે. સુસાઇડ નોટના આધારે પ્રાથમિક તપાસમાં યુવતીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાં હોવાની તારણ સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ચાંદખેડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.