Surat : 16 વર્ષીય છોકરીએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
વિદ્યાર્થિનીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. સગીરાનું નામ ખુશ્બૂ ક્રિપાશંકર ઉપાધ્ય છે. ખુશ્બુ ધોરણ-11માં અભ્યાસ કરતી હતી. દીકરી લટકતી મળી આવતાં તેને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાઈ હતી.
સુરત : શહેરના વેડરોડ પર આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં 16 વર્ષીય છોકરીએ આપઘાત કરી લેતા આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. દીકરીના આપઘાત માટે મોબાઇલ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પિતાએ દીકરી પાસેથી મોબાઇલ લેતાં લાગી આવતાં આ પગલું ભરી લીધું હતું. મૃતકના પિતા રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે.
16 વર્ષીય વિદ્યાર્થિનીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. સગીરાનું નામ ખુશ્બૂ ક્રિપાશંકર ઉપાધ્ય છે. ખુશ્બુ ધોરણ-11માં અભ્યાસ કરતી હતી. પરિવારના સભ્યોને દીકરી લટકતી મળી આવતાં તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, તેને મૃત જાહેર કરાઈ હતી. હાલ ચોક બજાર પોલીસ તપાસ કરી રહી છે.
Surat : જ્વેલરી ડિઝાઇનર યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર, 4 વર્ષ પહેલા લીધા હતા છૂટાછેડા
સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં જ્વેલરી ડિઝાઇનર યુવતીએ ઘરમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પતિ સાથે છૂટાછેડા પછી 4 વર્ષથી યુવતી એકલી જ રહેતી હતી. યુવતીએ આપઘાત પછી મૃતદેહ ત્રણ દિવસ સુધી લટકતો રહ્યો હતો. ઘરમાંથી દુર્ગંધ આવતાં યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે મહિલાના પૂર્વ પતિને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે દરવાજો તોડી મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, 33 વર્ષીય જ્યોતિબેન અડાજણની રિદ્ધિ રેસિડેન્સીના ફ્લેટ નંબર 305માં પતિથી અલગ રહેતા હતા. મૃતક જ્યોતિબેનના લગ્ન લગભગ 2005માં થયા હતા અને 2017માં છૂટાછેડા થઈ ગયા હતા. પતિથી અલગ થયા પછી જ્યોતિબેન જ્વેલરી ડિઝાઇનનું કામ કરતાં હતાં. જ્યોતિબેન નિઃસંતાન હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોલીસ અને ફાયરની ટીમે દરવાજો તોડી પ્રવેશ કરતા બેડરૂમમાંથી જ્યોતિબેન પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ કંટ્રોલમાંથી ફોન આવ્યા બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે ગઈ હતી. અડાજણ જલારામ બાપાના મંદિરની પાસે રિદ્ધિ રેસિડેન્સીના ફ્લેટ નંબર 305માં દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો. બેડરૂમમાં એક મહિલા દુપટ્ટાને પંખા સાથે બાંધી લટકતી હાલતમાં મળી આવી હતી