શોધખોળ કરો

Surat: પુરપાટ જતી કારે લારીવાળાને ટક્કર મારી હતી, સારવાર દરમિયાન યુવકનું મોત

સુરત શહેરમાં ડિંડોલીમાં  એક પુરપાટ જતી કારે લારીવાળાને ટક્કર મારી હતી.  ટક્કર એટલી જોરદાર હતી  કે  ટામેટાની લારી તો ઉથલી ગઈ.  પરંતુ લારી ચલાવતો યુવક પણ હવામાં ફંગોળાયો હતો. 

સુરત શહેરમાં ડિંડોલીમાં  એક પુરપાટ જતી કારે લારીવાળાને ટક્કર મારી હતી.  ટક્કર એટલી જોરદાર હતી  કે  ટામેટાની લારી તો ઉથલી ગઈ.  પરંતુ લારી ચલાવતો યુવક પણ હવામાં ફંગોળાયો હતો. 

અકસ્માતની ઘટના બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.  ઈજાગ્રસ્ત થયેલા યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો.  અકસ્માતની ઘટના બીજી એપ્રિલની છે.  ગઈકાલે સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. 

અકસ્માતની ઘટનાને લઈને આ વિસ્તારના લારીવાળામાં રોષ જોવા મળ્યો છે.  તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને માંગ કરી કે  કાર ચાલકની ધરપકડ કરી, તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે.  પોલીસ તપાસમાં ખુલ્યું કે સફેદ રંગની સ્વિફ્ટનો માલિક ભાવનગરના પાલિતાણાનો અને કાર વલસાડ પાસિંગની હતી.  

કમોસમી વરસાદથી ઘઉંના ભાવ ઉંચકાયા

રાજયભરમાં ઉનાળામાં  મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી વરસી રહયા હતા. માવઠું થવાના કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએ ખેત પેદાશોને મોટા પાયે નુકસાન થયુ છે. જેની સૌથી વધુ અસર ઘઉંના ભાવ ઉપર જોવા મળી રહી છે. ઘઉંની જુદી-જુદી કવોલીટીના ભાવ ઉઘડતી સીઝને જ કિવન્ટલ દીઠ  500 થી 900 સુધી વધી ગયા છે. માવઠાએ તમામ ખેત જણસને માઠી અસર પહોંચાડી છે. માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની હરાજી દરમિયાન માંગ અને ભાવમાં ઉછાળો નોંધાતા ગૃહિણીઓના બજેટ ઉપર અસર પણ થઇ છે.

દર વર્ષે એપ્રિલ મે મહિનામાં ઘઉંની સીઝન શરુ થતાં ગૃહિણીઓ દ્વારા ખરીદી કરવાની તૈયારી કરે છે. ગત વર્ષની સરખામણીએ સામાન્ય ઘઉં જે મણ દીઠ  400થી 500 સુધીના ભાવે વેચાણ થતા હતા. જે હવે માવઠું થવાથી જુદી જુદી કવોલીટી મુજબ ઘઉંના ભાવમાં  550થી 650 મણ દીઠ ભાવ વધી ગયા છે. ગત વર્ષે મધ્યમ ગુણવત્તાના ઘઉં આ વર્ષે મણ દીઠ  600 થી વધુ પહોંચ્યા છે. તેમજ ઉચ્ચ કવોલિટીના ઘઉંમાં હજુ પણ ભાવ વધારો થઈ શકે છે. 

આ વર્ષે મરચું અને જીરામાં ગત વર્ષ કરતાં 30થી 50 ટકા સુધીનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે આ સિઝનમાં પીસેલું મરચું 400થી 500 રૂપિયે કિલોના ભાવે મળતું હતું, જેમાં આ વર્ષે રૂપિયા 200 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. કાશ્મીરી મરચું 500 રૂપિયાની જગ્યાએ 1100 રૂપિયા, રેશમપટ્ટી 300ની જગ્યાએ 600, મારવાડ મરચું 250ની જગ્યાએ 500 અને પટણી મરચું 250ની જગ્યાએ 450માં વેચાય છે.  જીરામાં 40 રૂપિયાનો વધારો થયો છે. સમગ્ર દેશમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યમાંથી 85 ટકા મરચાનું ઉત્પાદન થાય છે. આમ ગત ડિસેમ્બર માસમાં ઉપરાછાપરી બે વાવાઝોડા આવી પડતા મરચાનો પાક ખરી પડ્યો હતો. 

Gujarat: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 5 અને 6  એપ્રિલે  કમોસમી વરસાદ વરસશે

ખેડૂતો પરથી માવઠાનું સંકટ હજુ નથી ટળ્યું. માવઠું પડવાની હવામાન વિભાગે ફરી એક વખત આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 5 અને 6 એપ્રિલે  કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે કચ્છ,  બનાસકાંઠા અને સાબરકાંઠામાં 5 અને 6 એપ્રિલે કમોસમી વરસાદ વરસશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget