Surat : NGOમાં કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી યુવકે વારંવાર માણ્યું શરીરસુખ, ઉતારી લીધો અશ્લીલ વીડિયો ને પછી તો......
શહેરમાં એનજીઓમાં કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની અને પછી પ્રેમીએ લગ્ન માટે ઇનકાર કરી દિધો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે.
સુરતઃ શહેરમાં એનજીઓમાં કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની અને પછી પ્રેમીએ લગ્ન માટે ઇનકાર કરી દિધો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. NGOની યુવતીને મદદ માટે આવેલા 23 વર્ષીય વિધર્મી યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીની બહેનપણીના ઘરે અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો.
અંગત પળોના વીડિયો બનાવી પ્રેમી યુવતીને બ્લેકમેલ પણ કરતો હતો. હવે લગ્નનો ઇન્કાર કરતા આખરે યુવતીએ સલાબતપુરા પોલીસ સ્ટેનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સમીરની ધરપકડ કરી છે. સલાબતપુરા પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે, ભેસ્તાનમાં રહેતી 26 વર્ષીય યુવતી સામાજીક કાર્યકર છે. તે સલાબતપુરામાં એનજીઓ ચલાવે છે. આ જ વિસ્તારમાં તેની ઓફીસ પણ છે.
થોડા મહિના પહેલા આરોપી એક કેસ લઈને કામ માટે આવ્યો હતો. આ સમયે બંનેની પહેલીવાર ઓળખ થઈ હતી. આ પછી યુવક કોઈને કોઈ બહાને યુવતીને મળવા માટે ઓફિસે આવતો હતો. જેથી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી અને બંને એકબીજાના પ્રેમ કરવા લાગ્યા હતા. આ સમયે પ્રેમીએ યુવતીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને યુવતીએ સહમતી બતાવતાં બંનેએ તમામ હદો વટાવી દીધી હતી.
યુવતીની બહેનપણીના ઘરે બંને અવાર-નવાર શરીરસુખ માણતા હતા. આ સમયે યુવકે યુવતી સાથેની અંગતપળોનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ પછી તો યુવક યુવતીને બ્લેકમેલ કરવા લાગ્યો હતો અને ઇચ્છા થાય ત્યારે શરીરસંબંધ બાંધતો હતો. બીજી તરફ યુવતીએ લગ્નનું કહેતા યુવકે ઇનકાર કરી દેતાં યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી. પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને જેલ હવાલે કરી દીધો છે.
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સોઃ ‘ફ્રી ફાયર’ ગેમમાં રૂપિયા ખર્ચાઇ જતાં 13 વર્ષના છોકરાએ એવું કર્યું કે જાણીને ચોંકી જશો
સુરત : સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે પણ તમારા બાળકને મોબાઇલ આપતાં હોય તો આ સમાચાર તમારે વાંચવા જરૂરી છે. નહીંતર પાછળથી પસ્તાવું પડી શકે છે. અત્યારે સ્માર્ટ ફોન આવી જતાં અને ઇન્ટરનેટ પેક સસ્તા થઈ જતાં દરેક લોકો ઇન્ટરનેટનો મોબાઇલમાં જોરદાર ઉપયોગ કરવા લાગ્યા છે.
હવે તો બાળકોને પણ મોબાઇલનું વળગાણ થઈ ગયું છે. પરંતુ જ્યારે માતા-પિતા બાળકોને મોબાઇલ અંગે ટોકવા જાય તો બાળકો ઉશ્કેરાઇ જતાં હોય છે અને ખોટું પગલું ભરી લેતાં હોય છે. ઘણીવાર બાળકોની મોબાઇલની ટેવીને કારણે માતા-પિતાને મુશ્કેલીમાં પણ મુકાવું પડે છે. સુરતમાં પણ આ પ્રકારનો જ એક કિસ્સો સામે આવ્યો છે.
‘ફ્રી ફાયર’ ગેમમાં રૂપિયા ખર્ચાઈ જતાં 13 વર્ષનો તરૂણ ઘર છોડી ગયો હતો. પાંડેસરામાં ફ્રી ફાયર ગેમ રમવાના ચક્કરમાં ઘો-7માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થીએ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. માતાના બેંક ખાતામાંથી ગેમમાં ઓનલાઇન રૂપિયા વાપરી નાખતા ડરને કારણે ઘર છોડી ચાલી ગયો. પાંડેસરાના વિદ્યાર્થીએ માતાનો પગાર ગેમમાં વાપરી નાંખ્યો હતો. તરૂણે ભાઈને કહ્યું હતું ‘ઘરે બધા મારા કારણે હેરાન થાય છે’.
પરિવારે પાંડેસરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે. પોલીસે સીસીટીવી કેમેરા તપાસતા તરુણ પાંડેસરા તેરેનામ ચોક્ડી પાસેથી જતો દેખાય છે. મૂળ યુપીના અને પાંડેસરામાં રહેતા પરિવારનો 13 વર્ષનો દીકરો બીજી તારીખે બપોરે 3 વાગ્યે ઘરેથી ચાલી ગયો હતો. આ બાળકની માતાનો પહેલી રૂ. 5853 પગાર અને બીજા છ હજાર ખાતામાં હતા.
જો કે બેલેન્સ ચેક કરતા રૂ. 5,933 બતાવતું હતું. બેલેન્સ ઓછું બતાવતું હોવાથી બીજી તારીખે માતા-પિતા બેંકમાં બેલેન્સ ચેક કરવા ગયા હતા. જેની જાણ પુત્રને થતાં ઘરેથી જતો રહ્યો હતો. કોરોનાને કારમે ઓનલાઇન એજ્યુકેશન ચાલતું હોવાથી માતાએ દીકરાને ફોન આપ્યો હતો. જોકે, પુત્રની ઓનલાઇન ગેમ રમવાની ટેવને કારણે હવે તેમને પસ્તાવાનો વારો આવ્યો છે. એક દુકાનદાર પાસેથી તરુણ મોબાઇલમાં ગેમ રમવા પૈસા ભરવા જતો હતો. પિતાએ દુકાનદારને પુત્રને ગેમ રમવા ન દેવા પણ જણાવ્યું હતું.