Surat: સુરતમાં પાંચ વર્ષની બાળકીની હત્યામાં નવો ખુલાસો, માતાએ જ કરી હતી ક્રૂર હત્યા
સુરતમાં પાંચ વર્ષની બાળકીની હત્યામાં નવો વળાંક આવ્યો હતો
સુરતઃ સુરતમાં પાંચ વર્ષની બાળકીની હત્યામાં નવો વળાંક આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં વેડ રોડ સ્થિત ફટાકડાવાડી વિસ્તારમાં માસુમ દીકરીની હત્યા મામલે નવો ખુલાસો થયો હતો. બાળકીની હત્યા કોઇ અન્યએ નહી પરંતુ તેની માતાએ જ કરી હતી. હત્યારી માતાએ તેની જ દીકરીને પટકીને હત્યા કરવામાં આવી હતી. માસુમ બાળકીની ક્રૂર હત્યા કરવામાં આવી છે.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે બાળકીની છાતીની પાંસળીઓ તૂટી ગઇ હતી. ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બાળકીને આંતરડામાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં બાળકીનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું. ભોગ બનનારી માસુમ પાંચ વર્ષની દીકરી દિવ્યાંગ હતી.
Surat: સુરતમાં વેપારીની હત્યાના દોષિતને આજીવન કેદની સજા, પાર્કિગ જેવી નજીવી બાબતે કરાઇ હતી હત્યા
સુરતઃ સુરતમાં વેપારીની હત્યાના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર, વર્ષ 2016માં જનતા માર્કેટમાં આરોપી ફૈયુ સૂકરીએ યુવકની જાહેરમાં હત્યા કરી હતી. પાર્કિંગ જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આરોપી ફૈયુ સુકરીએ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ પણ એક હત્યા કરી છે. જેથી સુરત સેશન કોર્ટે આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો.
હિંદુ યુવતીએ વિધર્મી યુવક સાથે કર્યા લગ્ન, પતિ જેલમાં જતા તેના બે ભાઇઓએ કર્યું શારીરિક શોષણ
સુરતઃ સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ પતિ, સાસુ-સસરા બે જેઠ અને બે જેઠાણી સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં હિંદુ યુવતીએ વિધર્મી યુવક સાથે માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. બાદમાં યુવતીને ધર્મપરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ પરિણીતા લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં પરિવાર સાથે રહેવા ગઈ હતી. જ્યાં પરિણીતાને બે માસ સુધી સારી રીતે રાખી હતી. બાદમાં બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.
એટલુ જ નહીં મહિલાને મંદિરમાં જવાની ના પાડવામાં આવી હતી. દરમિયાન પતિ જેલમાં જતા પરિણીતાના બે જેઠ મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધી શારીરિક શોષણ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઇને પતિને ફરિયાદ કરતા પિયર મોકલવાની ધમકી આપી માર માર્યાનો પરિણીતાએ આરોપ લગાવ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
Surat: સુરતના હજીરામાં હાર્ટ અટેકથી 28 વર્ષીય યુવકનું મોત, પોલીસે શરૂ કરી તપાસ
રાજ્યમાં હાર્ટ અટેકથી અચાનક યુવાઓના મૃત્યુની ઘટનાઓ વધી રહી છે. મળતી જાણકારી અનુસાર, સુરતના હજીરામાં 28 વર્ષીય યુવકને હાર્ટ અટેક આવતા મોત થયા હતા. 28 વર્ષીય રાહુલ સિંગ હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો હતો. ઘરમાં અચાનક તબિયત લથડતા મિત્રોને ફોન કર્યો હતો. જે બાદ મિત્રો સ્થળે દોડી આવ્યા અને 108ને જાણ કરાઈ હતી. તો 108ના કર્મચારીએ યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા હજીરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકનો મૃતદેહ પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ યુવકનું મોતનું કારણ સ્પષ્ટ થશે