Surat : હજીરામાં યુવકને કરંટ લાગતા થયું મોત, પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કરી શું કરી માંગ?
મૃતક આશોકભાઈ સાળવેના પરિવારને કંપની દ્વારા મદદ કરવા સમાજ આગેવાનોએ અપીલ કરી છે. મૃતકને એક છોકરો અને એક છોકરી છે. પરિવારનો કમાવાવાળા મોભીનું મોત થતા મદદની ગુહાર લાગવાઈ છે.
સુરત : હજીરા વિસ્તારમાં એક યુવકને કરંટ લાગતા મોત નીપજ્યું છે. ટ્રક ડ્રાઈવર આશોકભાઈ સાળવે ને કરંટ લાગતા મોત નીપજ્યું છે. મૃતક આશોકભાઈ સાળવેના પરિવારને કંપની દ્વારા મદદ કરવા સમાજ આગેવાનોએ અપીલ કરી છે. મૃતકને એક છોકરો અને એક છોકરી છે. પરિવારનો કમાવાવાળા મોભીનું મોત થતા મદદની ગુહાર લાગવાઈ છે. પરિવારજનો એ ડેટબોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, આજે અદાણી પોર્ટ ખાતે અશોક સાળવેને કરંટ લાગતાં મોત નીપજ્યું છે. વાપીથી ગાડી ભરીને અશોક અદાણી પોર્ટ આવ્યો હતો. અદાણી પોર્ટ પર બલ્ટી જમા કરાવવા જતી વખતે તેને કરંટ લાગતા મોત નીપજ્યું હતું. પરિવારે અદાણી પોર્ટની બેદરકારીથી મોત નીપજ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. વાયરિંગની અંદર કટ લાગ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પરિવારે ફોરેન્સિક પીએમની માંગ કરવામાં આવી છે. પોલીસે દબાણ આવતાં એફએસએલ કરાવ્યું છે.
પરિવારે ટ્રાન્સપોર્ટ કંપનીને વારંવાર ફોન કરવાં છતાં કંપની તરફથી કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી. આ સાથે પરિવારે યુવકની હત્યા થઈ હોવાની પણ શંકા વ્યક્ત કરી છે.