સુરત ભાજપના નેતાએ વીસીને નામે કરી લાખો રૂપિયાની છેતરપિંડી, જાણો કોણ છે આ નેતા?
કાંતિભાઈ ગુપ્તાએ ડીંડોલી ભાજપના ઉપપ્રમુખ મહાવીર શાહ સામે ઠગાઈની ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે ઓગષ્ટ 2018માં મહાવીર શાહે લોકોને વીસીની અલગ અલગ સ્કીમો બતાવી લોભામણી લાલચ આપી હતી.
સુરતઃ સુરતમાં ડીંડોલી વોર્ડના ભાજપના ઉપપ્રમુખની 25થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. નેતાઓ અને પોલીસ સાથેના ફોટો બતાવી વિશ્વાસ કેળવ્યો હતો. પોલીસે ભોગ બનનારની ફરિયાદ લઈ 12.60 લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. શાસક પક્ષ નેતા અમિતસિંગ રાજપૂતે કહ્યું, આ મામલે પાર્ટી ચોક્કસથી કડક પગલાં લેશે.
જોકે, ભાજપના નેતાએ આ તમામ આરોપો ફગાવી દીધા છે. તેમજ તેમણે કહ્યું હતું કે, કોઈના પૈસા બાકી નથી. લોકડાઉન પહેલા જ તમામના પૈસા આપી દીધા હતા. કેવી રીતે ફરિયાદ થઈ તેની મને ખબર નથી. 12.30 લાખ રૂપિયાનો હિસાબ પૂર્ણ થઈ ગયો છે. હું તમામ ફરિયાદી વિરુદ્ધ માનહાનિનો કેસ કરીશ.
આ અંગેની વિગતો એવી છે કે, પર્વત પાટિયામાં રહેતા કાંતિભાઈ ગુપ્તાએ ડીંડોલી ભાજપના ઉપપ્રમુખ મહાવીર સુખલાલ શાહ સામે ઠગાઈની ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે ઓગષ્ટ 2018માં મહાવીર શાહે લોકોને વીસીની અલગ અલગ સ્કીમો બતાવી લોભામણી લાલચ આપી હતી. મહાવીરે વોટ્સએપ ગ્રુપ બનાવી 25થી વધુ લોકોને જોડ્યા હતા. તેમજ અલગ અલગ સ્કીમો બતાવી લાખ્ખો રૂપિયા લઇ ડ્રો કરતો હતો. દરમિયાન 25થી વધુ લોકો પાસેથી પાંચ લાખથી માંડી 30 લાખ સુધીની માતબર રકમ પડાવી લીધી હતી. ફરિયાદી કાંતિભાઈ પાસેથી પણ 16 લાખ લીધા હતા.
જોકે, મનોહર સંતોષ પાટીલ મારફતે 3.40 લાખ પરત આપી દીધા હતા. જ્યારે બાકીના રૂપિયા પરત ન કરતાં અંતે પોલીસ ફરિયાદ કરી છે. મહાવીર ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથે ફોટાઓ પડાવી સોશિયલ મીડિયામાં મૂકી મોટી વગ હોવાનું લોકોને જણાવતો હતો. પુણા પોલીસમાં હજુ એક જ વ્યક્તિની ફરિયાદ થઈ છે. આ ઠગાઇમાં અન્ય લોકોના પણ લાખ્ખો રૂપિયા ફસાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પોલીસના ગ્રેડ પે વધારા બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કરી મોટી જાહેરાત?
અમદાવાદઃ છેલ્લા થોડાક દિવસોથી સોશિયલ મીડિયામાં પોલીસના ગ્રેડ-પે વધારાના બાબતે ફરતા થયેલા મેસેજ પછી પહેલીવાર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે આ અંગે જાહેરાત કરી છે કે, આ બાબતનું વિશ્લેષણ કરવામાં આવશે અને યોગ્ય માંગણી હશે તો ચોક્કસ વિચાર કરવામાં આવશે.
પોલીસ ભરતીના નિર્ણયને લઇને પણ ગૃહમંત્રીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી અને ગુજરાત પોલીસ વિભાગના એકસમઝમીમેશન બોર્ડના સભ્યોના સૂચનો લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ખૂબ મોટું મન રાખીને આ નિર્ણય લીધો છે. પહેલા શારીરિક કસોટી લેવામાં આવશે. આ નિર્ણય યોગ્ય છે કારણકે પોલીસિંગ માટે આ સારી બાબત છે.