શોધખોળ કરો
Advertisement
આર્થિક ભીંસ વધતા સુરતના બિલ્ડરે ફાર્મ હાઉસમાં ગળે ફાંસો ખઈને આત્મહત્યા કરી લીધી
નોટબંધી, જીએસટી અને બાદમાં આવેલા રેરા જેવા કાયદાના કારણે બાંધકામ ક્ષેત્રમાં આવેલી મંદીના બિહામણાં પરિણામો આવે તેવી શંકા સાચી ઠરી રહી છે.
સુરતઃ આર્થિક સંકળામણે કારણે સુરતના એક બિલ્ડરે આત્મહત્યા કરી લીધી છે. બિલ્ડરનું નામ હરેશભાઈ શામજીભાઈ રવાણી છે. હરેશભાઈએ કામરેજમાં આવેલ એક ફાર્મ હાઉસમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ઘણાં સમયથી કારોબારમાં આવેલ મંદીને કારણે બિલ્ડર હરેશભાઈ આર્થિક સંકળામનો સામનો કરી રહ્યા હતા. કહેવાય છે કે, હરેશભાઈએ પોતાના પ્રોજેક્ટો પૂરા કરવા માટે પ્રાઈવેટ ફાઈનાન્સરો પાસેથી વ્યાજ પર કરોડો રૂપિયા લીધા હતા, જેને ચૂકવવામાં નિષ્ફળ જતા હરેશભાઈએ આત્મહત્યા કરી લીધી છે.
નોટબંધી, જીએસટી અને બાદમાં આવેલા રેરા જેવા કાયદાના કારણે બાંધકામ ક્ષેત્રમાં આવેલી મંદીના બિહામણાં પરિણામો આવે તેવી શંકા સાચી ઠરી રહી છે, સોમવારે સાંજે શહેરના ટોચના બિલ્ડર ગ્રુપમાં ગણાતા રવાણી ગ્રુપના નવ યુવાન બિલ્ડર હરેશ રવાણીએ (44) આર્થિક ભીંસમાં મોતને વહાલું કરી દીધું હતુ, શહેરના બિલ્ડર લોબીમાં આ સમાચાર ફેલાતા 100થી વધુ વાહનોનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો.
હરેશ છેલ્લા ઘણા મહિનોથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. કામરેજ સ્થિત જોય એન જોય ખાતે આવેલા ફાર્મ હાઉસમાં હરેશે પંખા સાથે લટકીને આત્મહત્યા કરતા રવાણી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. રવાણી ગ્રુપ દવારા શહેરના પોશ વિસ્તારમાં પ્રોજેક્ટોની હારમાળા આવેલી છે. શહેરના લુડસ કોન્વેન્ટ સ્કૂલ પાસે આવેલી મેઘદૂત સોસાયટીમાં રહેતા હરેશ રવાણી છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. હરેશને 16 અને 21 વર્ષના ઉત્સવ અને દર્શિત નામના બે પુત્રો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement