શોધખોળ કરો

સુરતઃ કેરટેકર મહિલાએ આઠ મહિનાના બાળકને વારંવાર પલંગ પર પછાડતા બ્રેઇન હેમરેજ, બાળકોને કોઇના ભરોસે મુકીને જતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ માટે કિસ્સો નોંધાયો છે. સુરતના રાંદેરમાં નિર્દય કેરટેકર મહિલાએ આઠ મહિનાના બાળકને પાંચ મિનિટ સુધી હવામાં ઉછાળ્યો હતો

સુરતઃ સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ માટે કિસ્સો નોંધાયો છે. સુરતના રાંદેરમાં નિર્દય કેરટેકર મહિલાએ આઠ મહિનાના બાળકને પાંચ મિનિટ સુધી હવામાં ઉછાળ્યો હતો અને વારંવાર પલંગમાં પછાડતા બાળકને બ્રેઇન હેમરેજ થઇ ગયુ હતુ.

મળતી જાણકારી અનુસાર,  રાંદેર પાલનપુર પાટિયા હીમગીરી સોસાયટીમાં શિક્ષકના 8 માસના ટ્વીન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢી નાખ્યો હતો. તેણીએ 5 મિનીટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડી, કાન આમળી,હવામાં ફંગાળી માર માર્યો હતો. જેના કારણે બાળક બેહોશ થઈ ગયું હતું. આથી કેરટેકરે બાળકના માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેઇન હેમરેજ થયાનું ખુલ્યું હતું.

જોકે બાદમાં માતાપિતાએ ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરાતાં કેરટેકર મહિલા બાળક પર 5 મિનીટ સુધી અત્યાચાર કરતી હોવાના ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા હતા. બાળક રડતું હોવા છતાં કેરટેકરને જરાય દયા આવી ન હતી. આખરે મામલો રાંદેર પોલીસ સ્ટેશનમાં ગયો હતો. બાળકના પિતા મીતેશ પટેલે મોડી રાતે મહિલા વિરુદ્ધ ફરિયાદ  કરી હતી. જેના આધારે કેરટેકર કોમલ રવિ ચાંદલેકર (રહે, શ્રધ્ધા દીપ સોસા, સીંગણપોર)ની સામે હત્યાના પ્રયાસનો  ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી હતી. કેરટેકર તરીકે કોમલ છેલ્લા 3 મહિનાથી રાખી હતી અને તેનો 3 હજારનો પગાર હતો. 8 માસના બે બાળકો ટ્વીન્સ છે અને બાળકના પિતા સ્કુલમાં શિક્ષક અને માતા આઈટીઆઈમાં ઈન્સ્ટ્રચર છે. જયારે આરોપી મહિલા કોમલનો પતિ પણ સ્કૂલમાં નોકરી કરે છે.

કોમલને સંતાનો નથી ઉપરથી ઘરનું ટેન્શન હતું. જેથી તેણે બાળક પર ગુસ્સો ઠાલવી તેને પલંગમાં પછાડી, કાન અમળાવી તેમજ હવામાં ઉછાડી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતા ઘરેથી નોકરી પર જતા હતા ત્યાર પછી બાળકો ખૂબ રડતા હોય છે એવું સ્થાનિકોએ વાલીને અગાઉ વાત પણ કરી હતી. આથી વાલીએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા. જેના કારણે કેરટેકરનો મામલો બહાર આવી ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget