શોધખોળ કરો

Surat Corona Cases: ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક થયો એક હજાર, જાણો વિગત

Surat Corona Cases Update: રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના ૨ હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવું પ્રથમવાર બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાથી અમદાવાદ અને સુરતની હાલત ચિંતાજનક છે.

Surat: ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)થી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને છેલ્લા પાંચ દિવસથી કોરોનાના રેકોર્ડ નવા કેસ નોંધાઇ રહ્યા છે. હવે છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૨,૧૯૦ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના ૨ હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવું પ્રથમવાર બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક (Gujarat Corona Cases) હવે ૨,૯૬,૩૨૦ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૭૯ છે. રાજ્યમાં હાલ ૧૦,૧૩૪ એક્ટિવ કેસ છે જ્યારે ૮૩ દર્દી વેન્ટિલેટર પર છે.  રાજ્યમાં ૨૯ ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૦ હજારને પાર થયો છે. રાજ્યમાં કોરોનાથી અમદાવાદ અને સુરતની હાલત ચિંતાજનક છે.

સુરતમાં બે દિવસમાં 1100થી વધુ કેસ

સુરતમાં સતત છઠ્ઠા દિવસે 400થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા બે જ દિવસમાં જ સુરતમાં કોરોનાના (Surat Corona Cases) 1100થી વધારે નવા કેસ નોંધાયા છે.

શુક્રવાર, 26 માર્ચે 609

ગુરુવાર, 25 માર્ચે, 501

બુધવાર, 24 માર્ચે 480

મંગળવાર, 23 માર્ચે 476

સોમવાર, 22 માર્ચે 429

રવિવાર, 21 માર્ચે 405

શનિવાર, 20 માર્ચે 381

સુરતમાં કોરોનાથી ૧ હજારના મૃત્યુ

સુરતમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧ હજાર થઇ ગયો છે. અમદાવાદ બાદ સુરત એવો બીજો જિલ્લો છે જ્યાં ૧ હજારથી વધુના કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં ૨,૩૪૨-સુરતમાં ૧,૦૦૦-વડોદરામાં ૨૪૫-રાજકોટમાં ૨૦૪ના કોરોનાથી મૃત્યુ થયા છે.

સુરતમાં શું છે કોરોનાનું ચિત્ર

સુરતમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મૃત્યુઆંક અને કેસમાં વધારો થયો છે. શુક્રવારે સુરત સિટીમાં કોરોનામાં વધુ ચારના મોત થયા હતા. શુક્રવારે સિટીમાં નવા 609 અને જીલ્લામાં 136 મળી કોરોનાનોં કુલઆંક 745 થયો છે. શહેરમાંથી વધુ 422 અને ગ્રામ્યમાંથી 32 મળી 454 દર્દીને રજા અપાઇ હતી. સિટીમાં કુલ કેસ 47,248 અને  મૃત્યુઆંક 874 છે. ગ્રામ્યમાં કુલ કેસ 14,347 મૃત્યુઆંક ૨૮૭  છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 61,895 અને મૃત્યુઆંક 1161 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 43,968અને ગ્રામ્યમાં 13,096 મળીને કુલ 56,064 થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
Embed widget