Surat: માસ્ક નહીં પહેરો તો દંડ નહીં લેવાય ? મેયરની જાહેરાત પછી પોલીસ કમિશ્નરે શું કહ્યું ? જાણો મોટા સમાચાર
સુરતમાં નવાં ચૂંટાઈને આવેલાં મેયર હેમાલી બોઘાવાલાએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે પોલીસ દ્વારા લોકો પાસેથી માસ્કના નામે આડેધડ વસૂલવામાં આવતો દંડ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે સુરતના પોલીસ કમિશ્વર અજય તોમરે કહ્યું છે કે, સુરત શહેરમાં કોઈ વ્યક્તિ માસ્ક નહીં પહેરશે તો દંડ થશે જ. રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમે પણ જણાવ્યુ હતું કે, આવો કોઈ જ નિર્ણય લેવાયો નથી અને માસ્ક નહીં પહેરવા બદલ દંડ માફ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
સુરતઃ સુરતમાં નવાં ચૂંટાઈને આવેલાં મેયર હેમાલી બોઘાવાલાએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે પોલીસ દ્વારા લોકો પાસેથી માસ્કના નામે આડેધડ વસૂલવામાં આવતો દંડ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે સુરતના પોલીસ કમિશ્વર અજય તોમરે કહ્યું છે કે, સુરત શહેરમાં કોઈ વ્યક્તિ માસ્ક નહીં પહેરશે તો દંડ થશે જ. રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમે પણ જણાવ્યુ હતું કે, આવો કોઈ જ નિર્ણય લેવાયો નથી અને માસ્ક નહીં પહેરવા બદલ દંડ માફ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
સુરતના પોલીસ કમિશ્વર અજય તોમરે કહ્યું છે કે, લોકોને પહેલાં માસ્ક પહેરવા અંગે જાગૃત કરાશે. પોલીસની સમજાવટ અને વિવિધ સંસ્થાઓને સાથે રાખીને હવે જનજગૃતિ અભિયાન ચલાવાશે. શહેરમાં સંસ્થાઓ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે તેથી માસ્ક નહી પહેરવા કોઈ કારણ નથી. સંપૂર્ણ પ્રયાસો છતાં કોઈ નાગરિક માસ્ક નહિ પહેરશે તો દંડ કરવું પડશે. તેમણે કહ્યું કે, બધાં લોકો માસ્ક પહેરશે તો દંડ કરવાની જરૂર રહેતી નથી. તમામ લોકોને અપીલ કે માસ્ક પહેરે અને સામાજિક અંતર રાખે અને સેનિટાઈઝર વાપરશે તો કોરોના નહિ થશે.
હેમાલી બોઘાવાલાએ ગુરૂવારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે, સુરતમાં માસ્ક ન પહેરનાર લોકોનો દંડ લેવામાં નહીં આવે. કોરોના કાળમાં માસ્ક નહીં પહેરનારને પાસેથી દંડ વસૂલવાની સત્તા પોલીસ પાસે છે અને આ અંગેનો આદેશ સુરત શહેરના પોલીસ કમિશ્નર બહાર પાડી ચૂક્યા છે. હેમાલી બોઘાવાલાએ પોલીસ કમિશ્નરથી પણ ઉપર હોય એ રીતે સુરતમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ લેવામાં નહીં આવે એવી જાહેરાત કરી દીધી તેના ઘેરા પ્રત્યાઘાત પડતાં તેમણે ગુલાંટ લગાવવી પડી છે. હવે તેમણે જણાવ્યું છે કે, કાયદાકીય કાર્યવાહી થશે અને સુરતમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.