ગુજરાતના ક્યા મોટા શહેરની કોલેજમાં એક સાથે 37 વિદ્યાર્થીને કોરોના થયો છતાં કોલેજ નથી કરાતી બંધ.....
રાજ્યમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે.સુરતમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોલેજના 37 વિદ્યાર્થી સંક્રમિત થતાં શિક્ષણ અધિકારીએ તાબડતોબ બેઠક બોલાવી મહત્વપૂર્ણ નિર્ણય લીઘો છે.

સુરત:રાજ્યમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે.સુરતમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોલેજના 37 વિદ્યાર્થી સંક્રમિત થતાં શિક્ષણ અધિકારીએ તાબડતોબ બેઠક બોલાવી મહત્વપૂર્ણ નિર્ણય લીઘો છે.
સુરતમાં સ્કૂલ અને કોલેજના સ્ટૂન્ટ સુપર સ્પ્રેડર સાબિત થઇ રહ્યાં છે, સૌથી વધુ પોઝિટિવ કેસ સ્કૂલ અને કોલેજમાંથી નોંધાઇ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. પહેલી વખત એવું બન્યું છે કે પોઝિટિવ કેસની સરખામણી સુરતે અમદાવાદને પાછળ છોડી દીધું છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 226 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 205 કેસ નોંધાયા છે.
સુરતમાં વિદ્યાર્થીઓમાં વધુ સંક્રમણ ફેલાતા કોલેજોમાં કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે,. સુરતમાં 38 કોલેજમાં કોરોનાનું ટેસ્ટિંગ હાથ ધરાવમાં આવ્યું હતું કોરોના ટેસ્ટિંગ દરમિયાન 38 કોલેજમાં 37 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. વિદ્યાર્થીઓમાં સતત વધી રહેલા સંક્રમણના પગલે શિક્ષણ અધિકારીએ બેઠક બોલાવી હતી અને કોરોનાના ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવા માટે આદેશ આપ્યા છે. બેઠકમાં જણાવાયું કે, SOP નું પાલન નહીં કરનાર શાળા કોલેજ બંધ કરવામાં આવશે. કોલેજ અને સ્કૂલમાં કોરોનાનું સંક્રમણ વધતા કોલેજની કેન્ટીન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 262 કેસ નોંધાયા છે. જેનાથી સંક્રમિતોની સંખ્યા 56,096 સુધી પહોચી છે. તો છેલ્લા 24 કલાકમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં મૃત્યુઆંક 1140 પર પહોંચ્યો છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 1328 સુધી પહોંચી છે





















