Surat : રસી લીધા પછી 3 ઇજનેરોને થયો કોરોના, બંને ડોઝ લીધા પછી 2ને લાગ્યો ચેપ
Surat : સુરતમાં રસી લીધા પછી પણ કોરોના થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રસી બાદ કોરોના થયાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. પાલિકાના 3 ઇજનેરો કોરોનાગ્રસ્ત થયા છે. બંને ડોઝ લીધાના 5 જ દિવસમાં 2ને ચેપ લાગ્યો હતો. ત્રણમાંથી એકને અગાઉ કોરોના થયો ન હતો.
સુરતઃ ગુજરાતમાં અત્યારે જોરશોરથી કોરોનાની રસીકરણનો પ્રારંભ થઈ ગયો છે. જોકે, સુરતમાં રસી લીધા પછી પણ કોરોના થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રસી બાદ કોરોના થયાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. પાલિકાના 3 ઇજનેરો કોરોનાગ્રસ્ત થયા છે. બંને ડોઝ લીધાના 5 જ દિવસમાં 2ને ચેપ લાગ્યો હતો. ત્રણમાંથી એકને અગાઉ કોરોના થયો ન હતો.
સુરત કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ કમિશ્નર ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે, કોરોનાની રસીનો બીઝો ડોઝ લીધાના 15થી 20 દિવસ પછી એન્ટીબોડી ડેવલપ થતી હોય છે. કોરોનાની રસી લીધા પછી પણ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. બે ઇજનેરો હાલમાં પોઝિટિવ આવ્યા છે. તેઓ ઇલેક્શન ડ્યુટીમાં પણ હાજર હતા. ઉપરાંત કોઈ સોશિયલ ગેધરિંગમાં પણ તેમની ઉપસ્થિતિ રહી હોઈ શકે. એ બાબતને નકારી ન શકાય.
સુરતમાં શાળા-કોલેજો સુપર સ્પ્રેડરની ભૂમિકામાં છે. સ્કૂલ-કોલેજોમાં કોરોનાની એન્ટ્રી થતાં સુરત કોર્પોરેશન હરકતમાં આવી ગયું છે. તેમજ કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. સુરત કોર્પોરેશન કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, SOPનું પાલન નહીં કરનાર શાળા કોલેજને બંધ કરવામાં આવશે. ગૃહિણી વધારે કોરોના પોઝિટિવ નોંધાઈ રહી છે. પહેલા 70% પુરુષો અને 30% મહિલાઓ પોઝિટિવ હતા. શાળા કોલેજમાં ટેસ્ટિંગ કરી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે.
હવે રેશિયો ચેન્જ થયો છે, જેમાં 60 % પુરુષો અને 40 % સ્ત્રી પોઝિટિવ નોંધાઇ રહ્યા છે. આગામી દિવસોમાં 50 - 50 % રેશિયો થાય તેવી સંભાવના છે. શાળા કોલેજ સુપર સ્પ્રેડરની ભૂમિકામાં છે. પહેલા ટેકસટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં પોઝિટિવ કેસ નોંધાતા હતા, તેના સ્થાને હવે શાળા-કોલેજમાં પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે.
પાલિકાની નવી રણનીતિ, જે ગૃહિની પોઝિટિવ આવી છે, તેમના બાળકો-વિદ્યાર્થીઓને પહેલા ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જે પોઝિટિવ ગૃહિણીના બાળકો શાળા કોલેજોમાં છે, તેની 100% ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે છે. જેનાથી જાણી શકાય કે પોઝિટિવ કેસ કેટલા છે. શાળા કોલેજમાં ટેસ્ટિંગ કરી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે.