શોધખોળ કરો
Advertisement
સુરતઃ કયા નેતાને ટિકિટ અપાતા કોંગ્રેસમાં ઉઠ્યા વિરોધના સૂર? પાર્ટીના જ કાર્યકરોએ શું લગાવ્યા આક્ષેપો?
કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ વિરોધના સૂર છેડાયા છે. પૂણા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો.
સુરતઃ ગઈ કાલે કોંગ્રેસ દ્વારા સુરત કોર્પોરેશનની ચૂંટણી માટે કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ વિરોધના સૂર છેડાયા છે. પૂણા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, વોર્ડ નં 17માં કોંગ્રેસના જ જયેશ ગજેરા સહિતના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂર્વ કોર્પોરેટર ધીરુ લાઠીયાને રિપીટ કરાતા કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. ધીરુ લાઠીયા નહીં ચાલેના નારા લગાવ્યા હતા. આમ, કોંગ્રેસમાં ઉમેદવારોની જાહેરાત સાથે જ વિરોધ થતાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. પૂર્વ કોર્પોરેટર સામે કાર્યકર્તાઓએ અનેક આક્ષેપો લગાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion