Surat Crime News: સુરતમાં સાવકા પિતા પુત્રી સાથે કરતો હતો આવું કામ, લાઇવ વીડિયો માતાને દેખાડતા ભાંડો ફૂટ્યો
કાપોદ્રામાં રહેતી 12 વર્ષની સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચરતો હતો.. સગીરા ઘરેથી બહેનપણીને ત્યાં ચાલી ગઈ હતી. આથી માતાએ આ બાબતે પૂછ્યું ત્યારે સાવકા પિતાની ગંદી હરકતોની પોલ ખુલ્લી પડી હતી.

Latest Surat News: ડાયમંડ નગરી સુરતમાં (diamond city surat) સાવકા પિતાની (step father) કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે. કાપોદ્રામાં 12 વર્ષની સગીરા પર સાવકા પિતા દુષ્કર્મ આચરતો હતો. લાઇવ વીડિયો (live video) માતાને દેખાડતા ભાંડો ફૂટ્યો હતો. 4 વર્ષથી ગંદા કૃત્ય કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે મામલો
કાપોદ્રામાં ભાડેના મકાનમાં રહેતી 12 વર્ષની સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચરતો હતો.. સગીરા ઘરેથી બહેનપણીને ત્યાં ચાલી ગઈ હતી. આથી માતાએ આ બાબતે પૂછ્યું ત્યારે સાવકા પિતાની ગંદી હરકતોની પોલ ખુલ્લી પડી હતી. કાપોદ્રા પોલીસે સાવકા પિતા રાજુ યાદવની સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. સગીરાએ સાવકા પિતાની ગંદી હરકતો બાબતે બહેનપણીને વાત કરી હતી. સગીરા ઘરે એકલી હોય ત્યારે સાવકો પિતા રૂમમાં આવી રેપ કરતો હતો. આવી ગંદી હરકતો છેલ્લા 3-4 વર્ષથી સાવકો પિતા કરતો હતો.
બહેનપણીના પતિએ તેને કહ્યું કે મોબાઇલમાં એક એપ્લીકેશન ડાઉનલોડ કર દેજો, પછી ઈન્ટરનેટ ચાલુ કરી મોબાઇલ રૂમમાં ગોઠવી દઈ એપ્લીકેશન ચાલુ કરી દેજો, જેથી હું મારા મોબાઇલમાં તારા પિતાની હરકતો જોઈ શકીશ. રાત્રિના સમયે સગીરા પાસે તેના પિતા આવ્યા અને સગીરા સાથે ગંદી હરકતો કરવા લાગ્યા હતા. જેથી બહેનપણીના પતિએ મોબાઇલમાં સ્કીનશોર્ટ પાડી લીધો હતો. પછી સગીરાએ માતાને આ ફોટો બતાવ્યા હતા. જેમાં આખો મામલો સામે આવ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
