શોધખોળ કરો

Surat: દુષ્કર્મનો આરોપી ઝડપાયો, 27 વર્ષ પહેલા 11 વર્ષની સગીરાને મંદિરે દર્શન કરવા લઇ ગયો હતો ને પછી.......

સુરતમાંથી આજે ૨૭ વર્ષથી દુષ્કર્મ અને અપહરણના ગુનામાં વૉન્ટેડ જાહેર થયેલો આરોપી વશિષ્ટની ધરપકડ કરવામાં આવી હતી

Surat Crime News: સુરતમાંથી 27 વર્ષ પહેલા દુષ્કર્મ આચરીને ભાગી છૂટેલો આરોપી પોલીસના શિકંજામાં આવ્યો છે. પોલીસે દુષ્કર્મના વૉન્ટેડ આરોપી વશિષ્ઠની ધરપકડ પાંડેસરા વિસ્તારમાંથી કરી છે. આરોપી વશિષ્ઠે 11 વર્ષની સગીરા સાથે મંદિર લઇ જવાના બહાને દુષ્કર્મ આચર્યુ હતુ, તે પછી તે ઉત્તરપ્રદેશ અને અન્ય જગ્યાએ ભાગી ગયો હતો.

સુરતમાંથી આજે ૨૭ વર્ષથી દુષ્કર્મ અને અપહરણના ગુનામાં વૉન્ટેડ જાહેર થયેલો આરોપી વશિષ્ટની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીનું આખુ નામ આરોપીનું નામ વશિષ્ટ નારાયણ રામનરેશ વિશ્વકર્મા છે. આરોપી વશિષ્ઠે શહેરના વડોદ વિસ્તારની એક ૧૧ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું, તેને પાંડેસરા વિસ્તારમાંથી સગીરાને અંબાજી મંદિરે લઈ જવાનું કહીને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો, અને ત્યારબાદ નાસી છૂટ્યો હતો. આ ગુના બાદ તે નાસતો ફરતો હતો, તે ઉત્તરપ્રદેશમાં જઇને રહી રહ્યો હતો. જોકે, તેના વતન ઉત્તરપ્રદેશમાંથી પાંડેસરા પોલીસે ૨૭ વર્ષે પકડી લઈને કસ્ટડી ભેગો કર્યો હતો. આરોપી વશિષ્ટ આ પહેલા વડોદ ગામે રહીને કાપડના કારખાનામાં કામ કરતો.

પુખ્ત સ્ત્રી લગ્નની લાલચમાં આવી સહમતિથી શારીરિક સંબંધ બાંધે તો તે દુષ્કર્મ ના કહેવાયઃ અમદાવાદ સેશન્સ કોર્ટ

કેનેડાનું નાગરિકત્વ ધરાવતા એક પુરુષ વિરુદ્ધ એક મહિલાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદની સુનાવણી દરમિયાન અમદાવાદની સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. આરોપી વ્યક્તિ સામે યુવતીએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ પરની સુનાવણીમાં કોર્ટે નિયમિત જામીન મંજૂર કરતાં અવલોકન કર્યું હતું કે પુખ્ત સ્ત્રી લગ્નની લાલચમાં આવી સંમતિથી શારીરિક સંબંધ બાંધે તો તેને દુષ્કર્મની વ્યાખ્યામાં મૂકી શકાય નહીં.

મળતી જાણકારી અનુસાર, કેનેડાનું નાગરિકત્વ ધરાવતો આરોપી પુરુષ અને અમદાવાદની 35 વર્ષીય ફરિયાદી મહિલા એક મેટ્રિમોનિયલ સાઈટ મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં બંન્ને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. જોકે બાદમાં મહિલાએ પુરુષ વિરુદ્દ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં આ કેસમાં પુરુષની ધરપકડ કરાઇ હતી. જોકે બાદમાં પુરુષે રેગ્યુલર જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી અને રજૂઆત કરી હતી કે મહિલાએ તેનો સામેથી સંપર્ક કર્યો હતો અને તેની મરજીથી અમારી વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. મહિલા ડિવોર્સી હોવાની પણ તેણે છૂપાવી હતી.

સેશન્સ કોર્ટે કેનેડિયન નાગરિકને રેગ્યુલર જામીન મંજૂર કરીને અવલોકન કર્યું હતું કે, મહિલા પુખ્ત વયની અને ડિવોર્સી હોવાથી લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધે તે દલીલ સાહ્ય રાખી શકાય નહીં અને તે માટે દુષ્કર્મ શબ્દ વાપરી શકાય નહીં. પુરુષ સામે નોંધાવેલી ફરિયાદમાં મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે તેને લગ્નની લાલચ આપીને કેનેડાના નાગરિકે હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં ત્યાર પછી તેણે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે અમદાવાદની મહિલાએ મેટ્રિમોનિયલ સાઈટ પરથી એપ્રિલ-2022માં કેનેડાનું નાગરિકત્વ ધરાવતા પુરુષનો સંપર્ક કર્યો હતો. તે પછી બંન્ને વચ્ચે મોબાઈલ પર વાતો શરૂ થઇ હતી. 2023માં કેનેડાથી પુરૂષ તેના માતા- પિતાને મળવા અમદાવાદ આવ્યો હતો. એ પછી બંને વચ્ચે મુલાકાતો થઈ હતી. ભોગ બનનાર મહિલા અને આરોપી પુરુષ હોટેલમાં જતા હતા અને મરજીથી શારીરિક સંબંધો બંધાયા હતા. પુરુષે લગ્ન કરવાનો ઇનકાર કરતા નારાજ થઇને મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી.

કોર્ટે આરોપીને રેગ્યુલર જામીન પર છોડવા કેટલીક શરતો પણ મુકી હતી. જેમાં આરોપી કેનેડાનો નાગરિક હોવાથી તે ભાગી ના જાય તે માટે આરોપીને પાસપોર્ટ કોર્ટમાં જમા કરી દેવા આદેશ કર્યો હતો અને કેનેડા જવું પડે તો કોર્ટને 15 દિવસ પહેલા જાણ કરી પાસપોર્ટ પરત લેવો પડશે તેવો આદેશ કરાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામેLeopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલોNorth India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Embed widget