શોધખોળ કરો

Crime: સુરતની હૉટલોમાં મોટાપાયે સેક્સ રેકેટનો વેપલો, એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગના દરોડામાં બેની ધરપકડ, પાંચ લલનાઓને મુક્ત કરાવાઇ

સુરતમાંથી વધુ એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે, શહેરના પાલ વિસ્તારમાં ચાલતી હૉટલમાં આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી

Surat Crime News: સુરતમાંથી વધુ એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે, શહેરના પાલ વિસ્તારમાં ચાલતી હૉટલમાં આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી, જોકે, બાતમીના આધારે એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે અચાનક દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો, દરોડા બાદ યૂનિટે પાંચ જેટલી રૂપલલનાઓને મુક્ત કરાવી હતી, હાલમાં આ ગેરકાયદે પ્રવૃત્તિમાં બે હૉટલ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર થઇ ગયા છે. 

તાજા માહિતી પ્રમાણે, સુરતમાં ફરી એકવાર સેક્સ રેકેટોનો ધંધો ધોમધખી રહ્યો છે. શહેરના પાલ વિસ્તારમાં બે હૉટલોમાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે અચાનક દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં શહેરના પાલ ગૌરવપથની હૉટેલો બિઝનેસની આડમાં સેક્સ રેકેટનો ધંધો ચાલી રહ્યો હતો. અચાનક એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ દરોડા પાડીને આ બન્ને હૉટલોમાં ચાલતુ સેક્સ રેકેટનો ઝડપી પાડ્યુ હતુ. યૂનિટે આ દરમિયાન હૉટલમાંથી પાંચ રૂપલલનાઓને પણ મુક્ત કરાવી હતી. એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગે બન્ને હૉટલોના મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે રૂપલલનાઓના સપ્લાયરને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ હૉટલ ગૌરવ રૉડ પર આવેલા મૉનાર્ક બિલ્ડીંગના ચોથા માળે આવેલી છે. 

આજે વહેલી સવારે જ એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગના હૉટેલ ઓયૉ મેટ્રો અને હૉટેલ મૉનાર્કમાં દરોડા પડ્યા હતા. બન્ને હૉટેલોના માલિક જગદીશ ભવરલાલ સોની વૉન્ટેડ છે. હૉટેલમાં મેનેજર તરીકે કામ કરતા લક્કિસિંઘ સત્યનારાયનસિંઘ નરોકાની ધરપકડ કરાઇ છે, જ્યારે હૉટેલ મોનાર્કના મેનેજર દિપક કૈલાશચંદ્ર સોનીની પણ ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત હૉટેલમાં વિક્રમ ઉર્ફે મિથુન જડુંનાથ જૈન જે રૂપલલનાઓની સપ્લાય કરતો હતો તેને વૉન્ટેડ જાહેર કરાયો છે. ખાસ વાત છે કે આ બન્ને હૉટેલોમાં ગ્રાહકોને શરીરસુખ માણવા માટેની સવલતો પુરી પાડવામાં આવતી હતી. હાલમાં આ સમગ્ર ઘટના મામલે પાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવીને વધુ તપાસ એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરતમાથી પકડાયુ નકલી આધારનું મસમોટું રેકેટ, 5000માં નકલી આધાર કાર્ડ બનાવી આપતા શખ્સની ધરપકડ

સુરતમાં એક મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે, સુરતમાં ફરી એકવાર નકલીનો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, ઉત્રાણ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જેના નકલી આધાર કાર્ડ કાઢી આપીને બાંગ્લાદેશીઓને ભારતમાં ઘૂસાડવામાં મદદ કરતો હોવાનો આરોપ છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ ભૂપેન્દ્ર તિવારી છે અને શહેરમાં પાલગરબા સીએસસી સેન્ટર ચલાવી રહ્યો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલે પુછપરછ કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, શહેરમાં વધુ એક ચોંકાવનારુ કૌભાંડ સામે આવ્યુ છે. ભારતમાં દિવસ દિવસે બાંગ્લાદેશીઓની ગેરકાયદે ઘૂસણખોરી વધી રહી છે, સુરતમાં એક શખ્સે લગભગ 5000 રૂપિયામાં નકલી આધાર કાર્ડ બનાવી આપીને આ ગુનામાં વધારો કર્યો છે. સુરતમાં માત્ર 5000માં બાંગ્લાદેશીને આધાર કાર્ડ બનાવી આપનારા શખ્સ ભૂપેન્દ્ર તિવારીની પોલીસ ધરપકડ કરી છે. ઉત્રાણ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ભૂપેન્દ્ર તિવારી પાલગરબા સીએસસી સેન્ટર ચલાવતો હતો. આ પહેલા આ મામલે સુરત પીસીબી અને એસઓજીની ટીમે 9 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી, જે આરોપીઓની પૂછપરછમાં આ આરોપી ભૂપેન્દ્ર તિવારીનું નામ ખુલ્યુ હતુ. ભુપેન્દ્ર તિવારીનું નામ સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આરોપી પાલઘરના સીએસસી સેન્ટરનો સંચાલક છે, અને છેલ્લા કેટલાય સમયથી આ ગુનાને અંજામ આપી રહ્યો છે. પીસીબી અને એસઓજીએ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે, એટલુ જ નહીં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી ઉત્રાણ પોલીસ મથકમાં દાખલ થયેલા ગુનામાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 

ખાસ વાત છે કે, કેટલાય બાંગ્લાદેશીઓ ગેરકાયદે ભારતમાં ઘૂસી રહ્યાં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ બાંગ્લાદેશીઓ પૈકી એક બાંગ્લાદેશી જેનુ નામ બહાદુર રફીક ખાન છે, તેની પણ ઉત્રાણ પોલીસે પૂછપરછ કરી હતી, તેમાં પણ આરોપી ભૂપેન્દ્ર તિવારીનું નામ સામે આવ્યુ હતુ. બહાદુર ખાન એક એજન્ટને 20,000ની બાંગ્લાદેશી કરન્સી ટાકા ચૂકવીને ભારતમાં ઘૂસ્યો હતો. હાલમાં બહાદુર કડિયા કામ કરી રહ્યો છે. બહાદુરે પાલઘરમાં સીએસસી સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર અમરનાથ તિવારીને 5,000 આપીને બૉગસ આધારકાર્ડ બનાવડાવ્યુ હતું, જે આરોપીની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ ઉત્રાણ પોલીસે હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget