સુરત સાયબર ક્રાઈમે કરી એકની ધરપકડ, ખેડૂત પાસેથી 21.97 લાખની છેતરપિંડીનો આરોપ
સાયબર ક્રાઈમ સેલે દિલ્હીથી અમિતકુમાર ઠાકુર નામના આરોપીની ધરપકડ કરી હતી

સુરતના પાલનપુરના ખેડૂત સાથે ઓનલાઈન ઠગાઈ કેસમાં સાયબર ક્રાઈમ સેલે દિલ્હીથી અમિતકુમાર ઠાકુર નામના આરોપીની ધરપકડ કરી હતી. અમિતકુમાર ઠાકુર નામના આરોપી પર વિવિધ વીમા કંપનીના એજન્ટ અને અધિકારીની ઓળખ આપીને નવનીત પટેલ નામના ખેડૂત પાસેથી 21.97 લાખ રૂપિયાની ઠગાઈ આચરવાનો આરોપ છે.
આરોપીએ ફરિયાદીને કોલ કરી જણાવ્યું હતુ કે તમારા કુટુંબીજનોની જૂની વીમા પોલિસી મેચ્યોર થઇ ગઇ છે. તેમાં સારૂ રિફંડ મળે તેમ છે જેવી લોભામણી માહિતી આપીને અલગ અલગ ચાર્જિસના નામે રૂપિયા પડાવી છેતરપિંડી કરી હતી. આરોપી પોતે પહેલા એક વીમા કંપનીમાં કામ કરતો હતો. જેથી તેની પાસે રહેલા ડેટાથી તેણે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. 21 લાખથી વધુની છેતરપિંડી કર્યા બાદ આરોપી ગુમ થઇ ગયો હતો. જે મામલે ફરિયાદીએ સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે.
સુરતના ફરિયાદીને વીમા કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી પોલીસીની જમા રાશી અપાવવાના નામે 21.97 લાખ જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાના કેસમાં ઠગની દિલ્હી ખાતેથી સુરત સાઇબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સુરતના ફરિયાદીને કોલ કરી જણાવ્યું હતું કે તમારા કુટુંબીજનોની જૂની વીમા પોલીસી મેચ્યોર ગઈ છે અને તેમાં સારું રિફંડ મળે એમ છે. જેવી લોભામણી માહિતી આપી રકમ મેળવવા માટે અલગ અલગ ચાર્જિસના નામે રૂપિયા પડાવી છેતરપિંડી કરી હતી. જે ઠગની ધરપકડ કરી વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં દિન પ્રતિ દિન સાયબર ફ્રોડના ગુનાઓનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. ડિજિટલ એરેસ્ટ હોય કે પછી અન્ય સાઇબર ફ્રોડના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. જ્યાં સુરત સાયબર ક્રાઈમ પોલીસ ચોપડે નોંધાયેલા રૂપિયા 21.97 લાખના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા આરોપીની દિલ્હી ખાતેથી પોલીસે ધરપકડ કરી છે.
સુરત સાઇબર ક્રાઇમ સેલના જણાવ્યા અનુસાર, સુરતના ફરિયાદીને એક કોલ આવ્યો હતો અને કોલ કરનારી વ્યક્તિએ વીમા પોલિસી કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી હતી. અલગ અલગ વીમા કંપનીઓમાં ફરિયાદી અને તેમના પરિવારના સભ્યોના નામે 10 જેટલી વીમા પોલીસીઓ લેવડાવી હતી. જે પોલીસીના રૂપિયા પરત મેળવવા માટે અલગ અલગ ચાર્જિસ બતાવવામાં આવ્યા હતા. જે ચાર્જીસ પેટે 21.97 લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવી હતી.લાખો રૂપિયાની રકમ ભર્યા છતાં પણ વીમા પોલિસી ની જમા રાશિ પરત ન કરાતા ફરિયાદીને શંકા ગઈ હતી. પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં સુરત સાયબર ક્રાઈમના હેલ્પ લાઇન નંબર 1930 ઉપર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી.
છેતરપિંડીનો ભોગ બનેલા સુરતના ફરિયાદીની ફરિયાદના આધારે ગુન્હો નોધી સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ માટે સાઇબર ક્રાઇમ સેલની ટીમ કામે લાગી હતી. જેથી એક ટીમ દિલ્હી ખાતે તપાસ અર્થે મોકલવામાં આવી હતી. દિલ્હીથી ગુનામાં સંડોવાયેલા આરોપી અમિતકુમાર વિદ્યાનંદન રઘુનંદન ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી.
જે આરોપીની પૂછપરછ માં તેણે જણાવ્યું હતું કે પોતે ફરિયાદીને કોલ કરી લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી કંપનીના એજન્ટ તરીકેની ઓળખ આપી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી બીકે વર્મા તરીકેની પણ ઓળખ જણાવી હતી. આ ઉપરાંત અલગ અલગ નામથી કોલ કરી ખોટી ઓળખ પણ આપવામાં આવી હતી. જ્યાં વિશ્વાસ અને ભરોસામાં લઈ સુરતના ફરિયાદી પાસેથી વીમા પોલિસીના અલગ અલગ ચાર્જિસ પેટે 21.97 લાખ રૂપિયા જેટલી રકમ પડાવ્યા હોવાની કબૂલાત કરી હતી.





















