જંબુસરમાં દુષ્કર્મની ઘટના, પ્રેમીએ જ યુવતીને અવાવરૂં જગ્યાએ લઇ જઇ પીંખી નાંખી, 4 વિરૂદ્ધ ફરિયાદ દાખલ
Jambusar Crime News: જંબુસરમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટનાની વિગતો એવી છે કે, ભરૂચના જંબુસરમાં યુવતી સાથે તેના જ પ્રેમીએ દુષ્કર્મ આચર્યુ હતુ

Jambusar Crime News: દક્ષિણ ગુજરાતમાંથી ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે, આ વખતે એક યુવતીને તેના જ પ્રેમીએ પીંખી નાંખી હોવાની ફરિયાદ નોંધાઇ છે. યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની સાથે મારામારી કરી હોવાની ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો છે. જંબુસરની એક યુવતી પર ચાર યુવકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યાર બાદ હાલત ગંભીર થતાં હૉસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
જંબુસરમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટનાની વિગતો એવી છે કે, ભરૂચના જંબુસરમાં યુવતી સાથે તેના જ પ્રેમીએ દુષ્કર્મ આચર્યુ હતુ, પીડિત યુવતીના પરિવારજનોએ આક્ષોપો કર્યા છે કે, પરિણીત પ્રેમીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું, તેની સાથે અન્ય ચાર લોકો પણ આ ઘટનામાં સામેલ હતા, એટલુ જ નહીં દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને માર પણ માર્યો હતો. આ સમગ્ર ઘટનામાં પ્રેમી, તેના ભાઈ સહિત કુલ 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં યુવતીને સારવાર માટે હૉસ્પીટલ ખસેડવામાં આવી છે.
પરિવારજનોના આક્ષેપ સાથે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને ઘેરી ઇજાઓ પહોંચતાં પ્રથમ તેને જંબુસર સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાંથી હાલાની ગંભીરતા જોઈને તેને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, યુવતીને એક યુવક બાઈક પર લઈ ગયો હતો. બાદમાં યુવતી ઘાયલ હાલતમાં મળી આવી. યુવકનું કહેવું છે કે યુવતી બાઈક પરથી પડી ગઈ હતી, પરંતુ પરિવારજનોએ આ વાતને નકારી કાઢી દુષ્કર્મ અને શારીરિક હિંસાના આક્ષેપ કર્યા છે. પરિવારજનોએ જણાવ્યું કે યુવતી પર ચાર યુવકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. બાદમાં તેણીને બેહોશી સુધી માર મારી ઈજાગ્રસ્ત બનાવવામાં આવી હતી. જંબુસર પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ પણ પરિવારજનોએ લગાવ્યો છે. યુવતીને તાત્કાલિક જંબુસર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. હાલ યુવતીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. ઘટનાને પગલે સ્થાનિકો અને પરિવારજનો પોલીસે કડક કાર્યવાહી કરે તે માટે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. તાત્કાલિક ન્યાય ન મળે તો વિસ્તૃત આંદોલનની ચીમકી પણ આપી છે.

