સુરતમાં બની રહેલી બિલ્ડિંગ સાઇટ પર માટીની ભેખડ ધસી પડતાં 4ના મોત, જાણો વિગતે
માહિતી પ્રમાણે, વરાછા વિસ્તારમાં બની રહેલી બિલ્ડિંગ સાઇટ પર બાંધકામ ચાલી રહ્યું હતુ, અહીં માટીની ભેખડ ધસી પડતા દૂર્ઘટના ઘટી. બાંધકામ પ્રૉજેક્ટમાં સેફટી વૉલ હોવાથી માટીની ભેખડ ધસી પડી હતી. અહીં કુલ 6 લોકો માટીમાં દટાયા હતા. જેમાં ચાર લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરતઃ ફરી એકવાર મોટી દૂર્ઘટના સુરતમાંથી સામે આવ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક નિર્માનાધિન બાંધકામ પ્રોજેકટમાં મોટી દૂર્ઘટના ઘટી છે. અહીં બિલ્ડિંગ સાઇટ પર માટીની ભેખડ ધસી પડતા ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી પ્રમાણે કુલ 6 લોકો માટીમાં દટાયા હતા, જેમાંથી ચારના મોત થયા છે.
માહિતી પ્રમાણે, વરાછા વિસ્તારમાં બની રહેલી બિલ્ડિંગ સાઇટ પર બાંધકામ ચાલી રહ્યું હતુ, અહીં માટીની ભેખડ ધસી પડતા દૂર્ઘટના ઘટી. બાંધકામ પ્રૉજેક્ટમાં સેફટી વૉલ હોવાથી માટીની ભેખડ ધસી પડી હતી. અહીં કુલ 6 લોકો માટીમાં દટાયા હતા. જેમાં ચાર લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇને સુરત શહેરના વિપક્ષી કોર્પોરેટે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી, અને જવાબદાર અને દોષીઓ સામે કડક પગલા અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મૃતકોના નામ...
શંકર શર્મા
પ્રદીપ યાદવ
અજય શર્મા
પિન્ટુ કુમાર શાહ
ઘાયલોના નામ....
પ્રકાશકુમાર (30 વર્ષ)
અર્જુન યાદવ