શોધખોળ કરો

Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ

Surat Rain: સુરત જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર પ્રથમ વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરત જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ, જળબંબાકારની સ્થિતિ.
  • કીમ ગામે શિવલિંગ પાણીમાં ગરકાવ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
  • પાણી ભરાતા વાહનચાલકો તેમજ નોકરિયાત વર્ગને ભારે હાલાકી થઈ.
  • છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો, તંત્ર એલર્ટ.

Surat Rain: સુરત જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર પ્રથમ વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કીમ ગામે ભારે વરસાદના કારણે સ્થાનિક અંબાજી મંદિર પરિસરમાં આવેલા મહાદેવ મંદિરનું શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પ્રશાસન દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ 

સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. કોસંબા , કીમ, કડોદરા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કડોદરાની શ્રી નિવાસ સોસાયટી વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા હતા. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તેમાં પણ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે પરેશાન થઈ રહી છે. જો કે પાલિકા કર્મચારી ન આવ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને જાતે જ લોકો ગટરના ઢાંકણા ખોલી પાણી કાઢવા રસ્તા શોધવા લાગ્યા હતા. 

સુરત જિલ્લામાં કીમ ચાર રસ્તા પાસે પાણી ભરાયા હતા. પાલોદ ગામ પંચાયત અંતર્ગત આ વિસ્તાર આવે છે. ભારે વરસાદના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાતા વાહનોના અડધા ટાયર અને દુકાનના શટર પણ પાણીમાં ગરકાવ થયા. આ સાથે જ કિમ ગામમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા. કૈલાશ સોસાયટી, નવજીવન સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. 

આ પણ વાંચોઃ Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ

સુરત, તાપી સહિતના વિસ્તારોમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં ઉધના દરવાજા, પાંડેસરા, ઉન, અડાજણ, અઠવાગેટ, મજુરગેટ, રાંદેર, પાર્લે પોઇન્ટ,  વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પાંડેસરા અને ભેસ્તાનની વચ્ચે સાઈડમાં પાણી ભરાયા હતા. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકાઓમાં વરસાદ 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકાઓમાં અડધા ઈંચથી લઈને અઢી ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ સુરત શહેરમાં નોંધાયો છે. આ ચોમાસુ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિક લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે, જ્યારે વહેલી સવારે કામ ધંધાર્થે નીકળતા લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, સુરત શહેર બાદ તાપીના વાલોડમાં બે ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણામાં દોઢ ઈંચ અને અરેઠમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને નાનાપોંઢામાં એક-એક ઈંચ, જ્યારે તાપીના કુકરમુડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને વલસાડ શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

મેઘરાજાનું જોર આજે વહેલી સવારે પણ યથાવત જોવા મળ્યું હતું. આજે સવારે 4 થી 6 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ 10 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ વહેલી સવારના ગાળામાં સુરતના માંગરોળ, સુરત શહેર અને કામરેજમાં ધોધમાર સવા ઈંચ વરસાદ ખાબકી ગયો હતો, જ્યારે સુરતના અરેઠમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા આ વરસાદને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Advertisement

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget