Surat : યુવતીએ હીરાના વેપારી સાથે મીઠી મીઠી વાતો કરી મળવા બોલાવ્યો, માણ્યું શરીરસુખ ને પછી તો....
પુણા પોલીસે વેપારીને હનીટ્રેપમાં ફસાવી શરીરસંબંધ બાંધનાર યુવતી અને એક નકલી પોલીસ એવા રીક્ષા ડ્રાઇવરની ધરપકડ કરી છે. પકડાયેલી યુવતીનું નામ સોનુ ઉર્ફે સનોબર અદનાન મકરાની છે.
સુરતઃ પુણામાં હીરાના વેપારીને અજાણી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા ભારે પડી ગયા હતા. પુણાના હીરાના વેપારીને યુવતીએ હનીટ્રેપમાં ફસાવી 3 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. જોકે, વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં યુવતી સહિત બે આરોપીઓની પોલીસ ધરપકડ કરી લીધી છે. ગેંગના 10 સભ્યો દ્વારા વેપારીને હનીટ્રેપમાં ફસાવીને તોડ કરવામાં આવ્યો હતો.
પુણા પોલીસે યુવતી સહિત બે લોકોની ધરપકડ કરતાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. કુલ 10 આરોપીઓએ હનીટ્રેપ કર્યું હતું. પુણા પોલીસે સીસીટીવીના આધારે પુણા વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. હનીટ્રેપમાં ભારતી, મંજુ, હિરલ, સોનુ સનોબર ઉફ્રે સોનુ ઉર્ફે સોનલ અદનાન મકરાની, ચિરાગ જાધવના નામ ખૂલ્યા છે.
પુણા પોલીસે વેપારીને હનીટ્રેપમાં ફસાવી શરીરસંબંધ બાંધનાર યુવતી અને એક નકલી પોલીસ એવા રીક્ષા ડ્રાઇવરની ધરપકડ કરી છે. પકડાયેલી યુવતીનું નામ સોનુ ઉર્ફે સનોબર અદનાન મકરાની છે. જે યુવકોને લલચાવીને તેમની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. આ પછી અન્ય લોકો ફસાયેલી વ્યક્તિ સાથે તોડ કરતા હતા.
પોલીસે આ ગેંગના બેની ધરપકડ કરી લીધી છે. જ્યારે ગુનામાં વપરાયેલી રીક્ષા પણ કબ્જે કરવામાં આવી છે. અન્ય ફરાર થઈ ગયેલા આરોપીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ હનીટ્રેપમાં મંજુ માસ્ટર માઇન્ડ હોવાનું પણ બહાર આવ્યું છે.
Dahod : યુવતીએ પ્રેમીને મેસજ કરી મળવા બોલાવ્યો, યુવક મજા કરવા પહોંચ્યો ને.....
દાહોદઃ સુખસરના સાગડાપાડા ગામે 22 વર્ષીય યુવકની પ્રેમપ્રકરણમાં હત્યા થઈ જતાં ચકચાર મચી ઘઈ છે. પ્રેમીને મળવા બોલાવ્યા બાદ યુવતીના પિતા અને ભાઈએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવતીએ પ્રેમીને મેસજ કરી મળવા બોલાવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
સાગડાપાડા ગામે પુલ પાસે યુવતીના પિતા અને ભાઈએ યુવકને માર માર્યો હતો. માથા અને શરીરના ભાગે ઇજા થતાં દાહોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. લાકડીઓના માર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ આવી હતી. યુવતીના પિતા અને ભાઈ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો છે. પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.
મારગાળાનો સંજયભાઇ રમસુભાઇ કીકલાભાઇ બારીયા સાગડાપાળાની પ્રેમપ્રકરણમાં હત્યા કરવામાં આવી છે. યુવતીએ મળવા બોલાવતાં ઘરે ફ્રેન્ડના ઘરે જઉં છુ કહી મોટર સાયકલ લઇને ઘરેથી સાગડાપાળા ગયો હતો. સાગડાપાળા જઇ સંજય તેના ફોઇના છોકરા સાથે યુવતીના ઘર પાસે ગયા હતા.
થોડીવારમાં યુવતી આવતાં તેણે ત્રણેય બાઇક લઈને ત્યાંથી દૂર ગયા હતા. અહીં પ્રેમી-પ્રેમિકા વાતચીત કરી તેને ઘરે મુકવા જતા હતા. તેઓ સાગડાપાડા ગામે પુલ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં અગાઉથી જ યુવતીના પિતા અને તેના ભાઈ લાકડી લઈને ઉભા હતા. યુવતીના પિતાએ દીકરીના પ્રેમીને માથામાં લાકડી મારતાં ત્રણેય બાઇક પરથી પડી ગયા હતા. આ પછી પિતા-પુત્રે દીકરીના પ્રેમીને ઢોર માર માર્યો હતો. જેમાં ગંભીર ઇજા થતાં પિતા-પુત્રે તેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. બીજી તરફ સંજયના ફોઇના દીકરાએ પરિવારના સભ્યોને જાણ કરતાં તમામ ત્યાં પહોંચી ગયા હતા. બીજી તરફ મોડી રાત્રે સંજયનું સારવાર દરમિયાન મોત નીપજતાં ફતેપુરા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.