Surat : યુવક પોતાની ગેરહાજરીમાં મિત્રને ઘરે આવતો જોઈ ગયો, પત્નિ સાથે મિત્રને શરીર સંબંધ હોવાની જાગી શંકા ને પછી..........
ઘરે આવેલા પતિએ મિત્રને પોતાની ગેરહાજરીમાં પોતાના જ ઘરમાં પત્ની સાથે જોઈ જતાં ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ આડાસંબંધની શંકામાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેમજ આ ઝઘડો ઉગ્ર બનતા યુવકે પોતાના જ મિત્રની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.
Surat : શહેરના કતારગામ વિસ્તારમાં યુવકે પત્ની(wife affair) સાથે આડાસંબંધની શંકામાં મિત્ર (Friend murder)ની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ઘરે આવેલા પતિએ મિત્રને પોતાની ગેરહાજરીમાં પોતાના જ ઘરમાં પત્ની સાથે જોઈ જતાં ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ આડાસંબંધની શંકામાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેમજ આ ઝઘડો ઉગ્ર બનતા યુવકે પોતાના જ મિત્રની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં પોલીસ(Surat Police)એ આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. તેમજ પત્નીની પણ ભૂમિકા શંકાસ્પદ જણાતા તેની પણ અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે હત્યારો યુવક કતારગામ સ્થિત પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં રહે છે. તેને કાપડનું છૂટક કામ કરતાં 28 વર્ષીય યુવક સાથે ધંધાકીય સંબંધો હતો. દરમિયાન ઘટનાને દિવસે મિત્ર યુવકના ઘરે બેઠો હતો. આ જ સમયે ઘરે આવેલા યુવકે મિત્રને ઘરમાં જોઇને પત્ની સાથે લફરાનુી શંકા ગઈ હતી.
આ વાતને લઈને બંન્ને વચ્ચે બબાલ થઈ હતી. તેમજ બંને વચ્ચે ઝપાઝપી થતાં યુવકે શાકભાજી કાપવાની છરીથી મિત્રને છાતીમાં ઘા મારી દીધી હતા. એટલું જ નહીં, વચ્ચે પડેલી પત્નીને પણ સામાન્ય ઇજા થઈ હતી. ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ (Katargam Police) ઘટનાસ્થળે દોડી આવી હતી.
કતારગામ પોલીસે યુવકની હત્યાના આરોપમાં પતિની ધરપકડ કરી છે. એટલું જ નહીં, પોલીસે તેની પત્નીની પણ અટકાયત કરી હતી. હત્યામાં પત્નીની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે.
Jamnagar : યુવકને સાળાની પત્નિ સાથે બંધાયા શરીર સંબંધ, સાળો બંનેને જોઈ ગયો ને બનેવીને મળવા બોલાવીને શું કર્યું ?
જામનગરઃ બે દિવસ પહેલા ધરારનગર નજીક કુવામાંથી મળી આવેલ યુવકની લાશને મામલો ચોંકાવનારો ધડાકો થયો છે. સાળાની પત્ની સાથે અનૈતિક સબંધમા 6 શખ્સોએ હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે. ૩ મહિલા સહિત 6 સામે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. હત્યા નીપજાવી લાશને કુવામાં ફેંકી દેવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, બે દિવસ પહેલા જામનગરના ધરાનગર વાડી વિસ્તારમાં કૂવામાંથી અર્ધ બળેલી હાલતમાં પુરૂષની લાશ મળી આવી હતી અને પીએમ રિપોર્ટમાં ઈજાનું નિશાન જોવા મળતા હત્યાની આશંકા દર્શાવીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમજ ગણતરીની કલાકોમાં જ યુવકની લાશનો ભેદ ઉકેલી નાંખ્યો છે. યુવાનની હત્યા કરી કૂવામાં ફેંકી દિધો હોવાની ચોંકાવનારી વિગતો તપાસ દરમિયાન સામે આવી છે.
મૃતક યુવાનની ઓળખ મેળવીને મોતનું કારણ જાણવા મૃતકના સાળા અને સસરાની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતક યુવકને સાળાની પત્ની સાથે આડાસંબંધ હતા. આ અંગે સાળાને ખબર પડી જતાં બનેવીને મળવા બોલાવી પતાવી દીધો હતો અને સળગાવી લાશ કુવામાં ફેંકી દીધી હતી.
ધરાનગરના ફોરેસ્ટ ક્વાર્ટર પાછળના અવાવરૂ કૂવામાંથી બે દિવસ પૂર્વે અર્ધ સળગેલી હાલતમાં પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. પીએમ શોર્ટ નોટ માં ઈજાનુ નિશાન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વીસેરા લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. પોલીસને તપાસમાં ચોક્કસ કડી મળી હતી અને તે દિશામાં તપાસ કરતાં હત્યાકાંડનો ખુલાસો થયો હતો.
મરનાર 30 વર્ષીય યુવક હોવાનું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સીટી-સી ડિવિઝનમાં યુવક ગુમ થયા અંગેની નોંધ કરવામાં આવી હતી. જેમાં સસરાના ઘરેથી કોઈને કહ્યા વિના નીકળ્યા બાદ લાપતા બન્યાનું જણાવવામાં આવ્યું હતું. ગુમ નોંધના આધારે પોલીસ તપાસ ચલાવવામાં આવી રહી હતી તે દરમ્યાન ઓળખ મેળવવામાં સફળતા મળી હતી.