શોધખોળ કરો
Advertisement
Surat: FB ફ્રેન્ડ યુવતીએ નગ્ન થઈને યુવકને વીડિયો કોલ કર્યો, યુવકને નગ્ન થઈ જવા કહ્યું, યુવક નિર્વસ્ત્ર થયો ને પછી....
ઉધનામાં રહેતો યુવક માર્કેટમાં નોકરી કરે છે. ફેસબુક પર એક યુવતીએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલતાં યુવકે તે સ્વીકારી હતી. ફોન પર બંને એકબીજા સાથે વાત કરતા હતે અને બંને વચ્ચે નિકટતા સ્થપાઈ હતી.
સુરતઃ સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક યુવકને ફેસબુક મારફતે યુવતી સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. યુવતીએ યુવકને વીડિયો કોલ કરીને પોતે નગ્ન થઈ ગઈ હતી ને યુવને નગ્ન થવા કહ્યું હતું. યુવકની નગ્નાવસ્થાનો વીડિયો તેણે ઉતારી લીધો હતો ને એ અપલોડ કરવાની ધમકી આપીને હજારો રૂપિયા પડાવતાં યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, ઉધનામાં રહેતો યુવક માર્કેટમાં નોકરી કરે છે. ફેસબુક પર એક યુવતીએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલતાં યુવકે તે સ્વીકારી હતી. ફોન પર બંને એકબીજા સાથે વાત કરતા હતે અને બંને વચ્ચે નિકટતા સ્થપાઈ હતી.
એક દિવસ યુવતીએ વીડિયો કોલ કરીને યુવકને કહ્યું કે, હું નગ્નાવસ્થામાં છું અને તુ પણ બાથરૂમમાં જઈને નગ્ન થઈ જા. યુવતીને નગ્નાવસ્થામાં જોઈને યુવક તેની વાતોમાં આવી ગયો હતો ને બાથરૂમમાં જઈને નગ્ન થઈ ગયો હતો. યુવતીએ યુવકની જાણ બહાર તેનું રેકોર્ડિંગ કરી લીધું હતું. આ પછી યુવતીએ ફોન કરીને ધમકી આપી કે, રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેશે અને બચવું હોય તો રૂપિયા આપવા પડશે. આ પછી અન્ય બે યુવકે પણ યુવકને ફોન કરીને યુ ટ્યુબ પર તેનો નગ્ન વીડિયો ન ચઢાવવા રૂપિયા માગતાં યુવકે તમામને 35 હજાર રૂપિયાની જેવી રકમ આપી હતી. આ બ્લેકમેઈલિંગ ચાલુ રહેતાં યુવકે પોલીસ ફરિયાદ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement