શોધખોળ કરો
Advertisement
સુરતના આ વિસ્તારોમાં કોઈને કામ માટે પણ નહીં બોલાવવા કે આ વિસ્તારમાં નહીં જવા કમિશ્નરનો આદેશ
સુરતમાં સતત વધી રહેલા કોરોના પ્રકોપને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સંખ્યાબંધ વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે.
સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સંખ્યાબંધ વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે. આ વિસ્તારોમાં કોરોનાના કેસોની સંખ્યા વધારે હોવાથી લોકોને વિસ્તારોમાં નહી જવા અને આ વિસ્તારોમાંથી કોઇને ઘરે બોલાવવા નહિ એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
આ વિસ્તારોમાં ભટાર, અંબાનગર, પાલ, અડાજણ, પાલનપોર પાટીયા, પુણા ગામ, સીમાડા, નાના વરાછા, વરાછા, એલ.એચ.રોડ, એ.કે.રોડ, ઉધના, પાંડેસરા, બોમ્બે માર્કેટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવાગામ, ડીંડોલી, સગરામપુરા, કંરજ, ગોડાદરા, સગરામપુરા, બેગમપુરા, નાનપુરા, ગોપીપુરા, રૃસ્મપુરા, સલાબતપુરા હોટસ્પોટ વિસ્તારોમાં સમાવિષ્ટ થાય છે.
આ વિસ્તારોમાં કોઈને પણ ઘરે કામ માટે બોલાવવા નહીં તેમજ આ વિસ્તારો વધુ સંક્રમિત હોવાથી કોઇ પણ વ્યકિત આ વિસ્તારોની મુલાકાત નહીં લેવા મ્યુનિસિપલ કમિશ્નરે અપીલ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion