શોધખોળ કરો
Advertisement
સુરતમાં લારી ચલાવતા તરૂણને મનપાએ ફટકાર્યો 400 રૂપિયાનો દંડ, સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા
રોજગારી અને લારી ચલાવતા તરુણને સુરત મનપાએ ફટકારેલા દંડની સોશલ મીડિયામાં ભારે ટિકા થઈ રહી છે.
સુરત: સોશિયલ મીડિયા પર સુરતનો એક વીડિયો વાયરલ થયા બાદ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. રોજગારી અને લારી ચલાવતા તરુણને સુરત મનપાએ ફટકારેલા દંડની સોશલ મીડિયામાં ભારે ટિકા થઈ રહી છે. લારી ચલાવી પોતાના પરિવાારનું પેટિયું રળતા તરુણને 400 રૂપિયાનો મનપાએ દંડ ફટકાર્યો હતો.
લોકોએ વિડિયો ઉતારી સોશલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયો ઉતારનાર એક જાગૃત નાગરિકે રડતા બાળકને દંડના 400 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો પરંતુ ખુદ્દાર કિશોરે રડતા-રડતા પૈસા લેવાની ના પાડી હતી. તેણે કહ્યું કે હું કમાણી કરીશ અને દંડ ભરીશ.
આ કિશોરની ઈમાનદારીને લોકોએ બિરદાવી છે. ગેરકાયદે રીતે થયેલ કોઈ પણ દબાણની તરફદારી ABP અસ્મિતા નથી કરતું. પરંતુ કાર્યવાહીની સાથે થોડી સંવેદનશીલતા પણ જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion