Surat News: સુરત સિવિલમાંથી બાળકની ચોરી થતાં ખળભળાટ, મંત્રીએ આપ્યા શોધી કાઢવાના આદેશ
Surat News: સુરતમાંથી વધુ એક ક્રાઇમની ઘટના સામે આવી છે. સુરતમાં બાળકોની ચોરીની ઘટના સામે આવી છે
Surat News: સુરતમાંથી વધુ એક ક્રાઇમની ઘટના સામે આવી છે. સુરતમાં બાળકોની ચોરીની ઘટના સામે આવી છે, ખરેખરમાં, સુરતની સિવિલ હૉસ્પીટલમાંથી બાળક ચોરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે, આ પછી મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ધોરણે આ ઘટના પર એક્શન લેતા તપાસના આદેશ આપ્યા છે. હાલમાં આ મામલે ખટોદરા પોલીસ શોધખોળ કરી રહી છે.
રાજ્યમાં ફરી એકવાર બાળકોને ચોરવાનો સિલસિલો શરૂ થયો છે, આ વખતે ઘટના સુરતમાંથી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં આવેલી નવી સિવિલ હૉસ્પીટલમાં બાળક ચોરાયાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ખરેખરમાં, નવી સિવિલ હૉસ્પીટલમાંથી એક મહિલા બાળકને ઉઠાવી જતી હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યા છે, મહિલા બાળકને સિવિલ હૉસ્પીટલમાંથી ઉઠાવીને હૉસ્પીટલના ઇ ગેટમાંથી બહાર જતી હતી, તે સમગ્ર ઘટના કેપ્ચર થઇ ગઇ છે. આ ઘટના બાદ રાજ્ય સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપીને બાળકીને શોધી કાઢવાના આદેશ આપ્યા છે. હાલમાં આ મામલે શહેરના ખટોદરા પોલીસે બાળકની શોધખોળ શરૂ કરી છે.
પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી ત્રણ લોકોએ આચર્યુ દુષ્કર્મ, વીડિયો વાયરલ કરવાની આપતા હતા ધમકી
સુરતમાં ફરી એકવાર મહિલા સાથે દુષ્કર્મની ઘટના ઘટી છે, આ ઘટના બાદ ફરી એકવાર પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. સુરતમાં વારંવાર બનતી ક્રાઇમની ઘટનાઓથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં એક મહિલા બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યા હોવાનો મહિલાએ આરોપ લગાવ્યા છે, આ અંગે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતમાં એક પરિણીતા સાથે દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના સામે આવી છે, શહેરના ગોદાડરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઇ છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, શહેરમાં ગોડાદરા વિસ્તારમાં એક પરિણાતાને એક શખ્સે પ્રેમ જાળમાં ફસાવી હતી, બન્ને વચ્ચે લાંબા સમયનાં સંબંધ બાદ પ્રેમીઓ પરિણાતાનો વીડિયો ઉતારી લીધો હતો, આ પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પ્રેમીના અન્ય બે સાગરિતોએ પણ મહિલાનું યૌશ શોષણ કર્યુ કર્યું. જોકે, આ અંગે મારામારી થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલમાં પરિણીતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.