Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદથી રોડ પર ફરી વળ્યા પાણી
સુરતમાં ધોધમાર વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યાં હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
Surat Rain Updates: હવામાન વિભાગની આગાહીની પગલે સુરતમાં વરસાદ છે. શહેરના કતારગામ, લાલ દરવાજા, વરાછા સહિતના વિસ્તારમાં વરસાદ છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું. ધોધમાર વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યાં હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સુરતમાં હજી માંડ વરસાદ શરૂ થયો છે અને આ વરસાદના કારણે સુરતીઓને ગરમીમાંથી રાહત મળે તે પહેલાં સુરતીઓના માથે વધુ એક આફત આવી રહી છે. સુરત પાલિકાની નબળી પ્રિમોન્સુન કામગીરીના કારણે અનેક જગ્યાએ પાણીના ભરાવા સાથે સાથે રોડ બેસી જવાની ઘટના પણ બની રહી છે. બે દિવસ પહેલા શહેરના અઠવા ઝોનમાં રસ્તાની વચ્ચે મોટો ભુવો પડ્યો હતો તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ હતી.
હવામાન વિભાગની આગાહી (IMD forecast) મુજબ રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદનો અનુમાન છે. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે, કચ્છ, દ્વારકા, જામનગરમાં પણ ભારે વરસાદનું અનુમામ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર રામશ્ર્ય યાદવના જણાવ્યા અનુસાર, આજે અને આવતી કાલે સૌરાષ્ટ્રના મોટભાગના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામા આવી છે. અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત,નર્મદા, તાપી,ડાંગમાં સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી પાંચ દિવસ રાજ્યના કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે પણ થઇ શકે છે વરસાદ. બનાસકાંઠા, પાટણ,સાબરકાંઠા, ભરૂચ, સુરત,ડાંગ,તાપી, રાજકોટ, પોરબંદર, દ્વારકા,જામનગરમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. તો અમદાવાદમાં આજે સામાન્ય વરસાદનું અનુમાન છે. ભારે પવન સાથે વરસાદના અનુમામને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
- 26 જૂને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી.
- 27 જૂન: બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી.
- 28 જૂન: સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.
- 29 જૂન: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.
- 30 જૂન: નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી