Honey Trap: સુરતમાં ફરી સામે આવી હનીટ્રેપની ઘટના, રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા ને પછી...
Latest Surat News: મહિલાના પતિ સહિતના લોકોએ રત્નકલાકારને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને બે લાખની માગણી કરી હતી.
![Honey Trap: સુરતમાં ફરી સામે આવી હનીટ્રેપની ઘટના, રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા ને પછી... Surat News: Honeytrap incident resurfaced in city diamond worker threatened with a rape case and then extorted money... Honey Trap: સુરતમાં ફરી સામે આવી હનીટ્રેપની ઘટના, રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા ને પછી...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/fdcbef8a0443f5229533e10a01b1b126170874579198376_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat News: ડાયમંડ નગરી સુરતમાં ફરી હનીટ્રેપની ઘટના સામે આવી છે. રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. પોલીસે ત્રણની ધરપકડ કરી હતી, જયારે ચાર વોન્ટેડ જાહેર કર્યા હતા.
સુરતના ડભોલીમાં રત્નકલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત સાત લોકોની ટોળકીએ હનીટ્રેપમા ફસાવ્યો હતો. રેપ કેસની ધમકી આપી બે લાખ રૂપિયાની માગણી કરી હતી અને રત્નકલાકાર 70000 રૂપિયા આપવા તૈયાર હતો.
રત્નકલાકારે 50000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા અને 5000 રોકડા આપી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ રત્નકલાકારના પિતાને આ બાબતે જાણ કરવાની ધમકી આપી પૈસા માગ્યા હતા. રત્નકલાકાર આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્ની ચંદ્ર અને 30 વર્ષીય નંદની પાંડવની ધરપકડ કરી હતી. ઉપરાંત હરેશ હિતેશ સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ફેસબુકના માધ્યમથી થઈ હતી મિત્રતા
રત્નકલાકારની મિત્રતા નંદની સાથે ફેસબુકના માધ્યમથી થઈ હતી. નંદની રત્નકલાકારને મળવા બોલાવતી હતી પરંતુ યુવક જતો ન હોતો. નંદનીએ દબાણ કરતા 21 ફેબ્રુઆરીએ રાત્રે તે જહાંગીરપુરાના ઇસ્કોન સર્કલ પાસે નંદની ને મળવા ગયો હતો. રોજ ગાર્ડન પાસે રત્ન કલાકાર નંદની સાથે વાત કરતો હતો તેવામાં બે ઇસમો આવ્યા હતા, ત્યારબાદ અન્ય 3 ઇસમો આવ્યા હતા. તમામે રત્ન કલાકારને બંધક બનાવ્યો અને તેની પાસેથી બાઈકની ચાવી લીઇને બાઈક પર બેસાડી વરીયાવ રોડ પર લઈ ગયા હતા. જ્યાં મહિલાના પતિ સહિતના લોકોએ રત્નકલાકારને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને બે લાખની માગણી કરી હતી.
આ પણ વાંચોઃ
આ રાજ્યમાં પડશે વરસાદ, અહીં પડશે કરા, વાંચો- IMDનું લેટેસ્ટ અપડેટ
રાત્રે સૂતી વખતે આવી સમસ્યાઓ હોઈ શકે છે હાઈ બ્લડ પ્રેશરની વોર્નિંગ સાઈન, સમજો સંકેત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)