Surat: સગાસંબંધીની સામે જ NRI એ સાતમા માળેથી લગાવી મોતની છલાંગ, 5 દિવસ પહેલા જ આવ્યો હતો સુરત
Surat News: મૃતક યુવક પાંચ દિવસ પહેલાં પુણેથી સુરત આવ્યો હતો. માનસિક બીમારીના કારણે તણાવમાં આવી યુવકે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Surat News: ડાયમંડ સિટી સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એનઆરઆઈએ સગા સંબંધી સામે જ સાતમા માળેથી ઝંપલાવતા મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, સુરતના સિટીલાઇટના આર્જવ એપાર્ટમેન્ટમાં NRI યુવકે સાતમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મૃતક યુવક પાંચ દિવસ પહેલાં પુણેથી સુરત આવ્યો હતો. માનસિક બીમારીના કારણે તણાવમાં આવી યુવકે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના સીસીટીવીમાં થઈ કેદ
યુવક ઘરમાં હતો ત્યારે સંબંધીઓને કહ્યું હતું કે હું કૂદી રહ્યો છેને ગેલરીમાંથી કૂદી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે માતા-પિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પરિવારજનો દ્વારા યુવકને ઈન્ડિયા ન થવા માટે કહેતા હતા છતાં તે ભારત આવ્યો હતો.
અચાનક જ ગેલરીમાં પહોંચી કૂદી ગયોઅમેરિકા ખાતે રહેતા 38 વર્ષીય એનઆરઆઇ દીપેશભાઈ રમણલાલ પંજાબી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસ કરતો હતો. 5 દિવસ પહેલાં જ દીપેશભાઈ તેમના કાકા બીમાર હોવાના કારણે તેમની ખબર અંતર પૂછવા માટે સુરત આવ્યો હતો. સોમવારે તે સિટીલાઈટના આર્જવ ટાવર ખાતે તેમના સંબંધીના ઘરમાં આંટાફેરા મારી રહ્યો હતો. દરમિયાન અચાનક જ તેણે બારીની બહાર નજર કરી "હું અહીંથી કૂદી કહ્યો છું" એમ કહીને નીચે પડતું મૂકી દીધું હતું.
ચાઈનીઝ દોરીના કારણે લોકોનાં મોત, ઈજા ચલાવી નહીં લેવાય – HC
ગુજરાતમાં ઉત્તરાયણ નજીક આવવાની સાથે જ પતંગની દોરીથી અકસ્માત અને મોતની ઘટના વધી રહી છે. જેને લઈ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટ સુનાવણીમાં ઉતરાયણમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની સરકાર કઈ રીતે અમલવારી કરાવી રહી છે તેનો સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. ઉપરાંત બે દિવસમાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. ચાઈનીઝ દોરી, નાયલોન દોરી તેમજ ચાઈનીઝ તુક્કલના કારણે લોકોને થતી ઈજાઓ અને મૃત્યુ તેમ જ સર્જાતા અકસ્માતને રોકવા માટે યોગ્ય પગલા માંગણી કરતી પિટિશનમાં કોર્ટે હુકમ કર્યો હતો. આ ઉપરાંત ચાઈનીઝ દોરી ચાઈનીઝ અને નાયલોન દોરા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવું પૂરતું નથી, તેની અમલવારી જરૂરી છે તેવી ટકોર કરીને ઘાતક દોરીના કારણે નાગરિકોનું મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહીં તેમ કહ્યું. આ મુદ્દે વધુ સુનાવણી 6 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.
ઉત્તરાયણ પર મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવું પડી શકે છે ભારે, જાણો બીજું શું નહીં કરી શકો
મકરસંક્રાતિ એટલે કે ઉત્તરાયણના પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે વડોદરા પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાઈનીઝ દોરાની ખરીદી અને વેચાણ ઉપર પ્રતિબંધ જાહેર કરાયો છે. આ ઉપરાંત ચાઈનીઝ તુક્કલ, ગુબારા તથા ભારે અવાજમાં લાઉડ સ્પીકરો વગાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત રોડ રસ્તા પર ઉભા રહી પતંગ ચગાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉતરાયણના સમયે જાહેર માર્ગો ઉપર પતંગ ચગાવનાર સામે કાર્યવાહી થશે.