શોધખોળ કરો
Advertisement
સુરતઃ વરાછામાં સગા પિતાએ 7 વર્ષની દીકરી પર ગુજાર્યો બળાત્કાર, હવસખોર પિતાની ધરપકડ
માતા કામથી બહાર ગઈ હતી, ત્યારે પિતાએ સગી દીકરી સાથે બળાત્કાર કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં બળાત્કારી પિતાની વરાછા પોલીસે ધરપકડ કરી છે.
સુરત: શહેરના વરાછામાં સગા પિતાએ 7 વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર ગુજારતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. માતા કામથી બહાર ગઈ હતી, ત્યારે પિતાએ સગી દીકરી સાથે બળાત્કાર કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં બળાત્કારી પિતાની વરાછા પોલીસે ધરપકડ કરી છે.
મળતી વિગતો પ્રમાણે મળૂ ઉત્તરપ્રદેશના વતની અને વરાછા ખાતે રહેતા પરિવારમાં આ ઘટના બની છે. બહાર કામથી ગયેલી માતા ઘરે પરત ફરતા માસૂમ દીકરીએ માતાને આપવીતી જણાવી હતી. જે જાણીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
દીકરી સંપૂર્ણ હકીકત જણાવતા માતાએ દીકરીના નાના-નાનીને સુરત બોલાવી ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે નરાધમ પિતાની ધરપકડ કરવામમાં આવી છે. પિતાએ માસૂમ બાળકી પર ત્રણ દિવસ પહેલા બળાત્કાર ગુજાર્યો હોવાનું જાણવા મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement