Surat: ડ્રગ્સ માફિયાના ઘરે દરોડા પાડી પોલીસે ડ્રગ્સ સાથે તેની પત્નીને ઝડપી
સુરતમાં કૂખ્યાત ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુજ્જરના ઘરે દરોડા પાડી પોલીસે 50 લાખ 70 હજારની કિંમતના ડ્રગ્સ સાથે તેની પત્ની હીનાને ઝડપી પાડી હતી.
સુરત: સુરતમાં કૂખ્યાત ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુજ્જરના ઘરે દરોડા પાડી પોલીસે 50 લાખ 70 હજારની કિંમતના ડ્રગ્સ સાથે તેની પત્ની હીનાને ઝડપી પાડી હતી. હીનાનો પતિ ઈસ્માઈલ ડ્રગ્સના કેસમાં છેલ્લા 8 મહિનાથી લાજપોર જેલમાં બંધ છે. એવામાં આરોપ છે કે, ઈસ્માઈલની ગેરહાજરીમાં તેની પત્ની હીના જ ડ્રગ્સનું રેકેટ ચલાવતી હતી.
તેણે ડ્રગ્સનો મોટો જથ્થો મંગાવી ઘરમાં છૂપાવીને રાખ્યો હતો. બાતમીના આધારે પોલીસે રાંદેર વિસ્તારમાં તેના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસે આ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુરત SOGએ ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુજ્જરના ઘરે દરોડો પાડીને 507 ગ્રામનો ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા 50 લાખ જેટલી થાય છે.
Gir somnath: ઉશ્કેરણીજનક ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
ગીર સોમનાથ જિલ્લાનું ઉના શહેર જ્યાં ગઈકાલે રાત્રે નાસભાગ મચી ગઈ જ્યારે અચાનક પથ્થરમારો થયો હતો. કુંભારવાડા વિસ્તારમાં પથ્થરમારો થતાં જ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા. પથ્થરમારા બાદ દુકાનો પણ ટપોટપ બંધ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા.
મોડી રાતે SRPની એક ટૂકડી પણ ઉતારી દેવાઈ હતી. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાએ પણ અલગ-અલગ વિસ્તારમાં જઈ પેટ્રોલિંગ કર્યું હતું. હાલ તો 70થી વધુ લોકોને રાઉન્ડ અપ કરાયા છે. તેમની પાસે તલવાર, બેઝ બોલના ધોકા, હોકી સ્ટીક, લોખંડના પાઈપ સહિતના તીક્ષ્ણ હથિયારો પણ જપ્ત કરાયા છે. હાલ તો સ્થિતિ કાબૂમાં છે.
બજારોમાં દુકાનો ખુલતાં ચહલ-પહલ પણ જોવા મળી રહી છે. પથ્થરમારાની આ ઘટના કાજલ હિંદુસ્તાનીના ઉશ્કેરણીજનક ભાષણ બાદ બની હતી. ઉનામાં રામનવમીના દિવસે કાજલ હિંદુસ્તાનીએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. ત્યારથી જ ઉનામાં તંગદિલીનો માહોલ હતો. અંતે ગઈકાલે રાત્રે પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો. ઉના પોલીસે કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પથ્થરમારો કરનાર ટોળા સામે પણ ગુનો દાખલ કરાયો છે.
ગીર સોમનાથના ઉના શહેરના, જ્યાં રામ નવમી ના દિવસે કાજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણ બાદ ઉનામાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે, 1 એપ્રિલના દિવસે અચાનક ઉના શહેર ટપોટપ બંધ થવા લાગ્યું અને ઉના શહેરભરમાં માહોલ તંગ થયો હતો. જોકે બપોર બાદ શાંતિ સમિતિની બેઠક મળી અને બેઠકમાં પણ તું તું મેં મેં થતા બેઠક રદ થઇ અને સાંજ થતાં ઉના શહેર ગીર સોમનાથ ઇન્ચાર્જ એસપી અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ફરી એકવાર બેઠક મળી હતી.