સુરતની સાડીઓ હવે થશે મોંઘી, બે મહિનામાં બીજી વખત જોબચાર્જમાં વધારો
રો મટીરીયલ્સના ભાવ વધતા સુરત પ્રોસેસર્સ દ્વારા જોબ ચાર્જમાં વધુ એક વખત 10 ટકાનો વધારો કરાયો છે.
આવનારા દિવસોમાં સુરતની સાડી મોંઘી થવાની છે. રો મટિરિયલ્સના ભાવો સતત વધતા પ્રતિ સાડી 5 થી 10 રૂપિયાનો વધારો થશે. સુરત પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા બીજી વખત જોબ ચાર્જ માં વધારો કર્યો છે. પહેલા 10% અને 2 મહિના બાદ ફરી 10%નો વધારો કર્યો છે.
સુરતમાં પ્રોસેસર્સ દ્વારા 2 મહિનામાં 20 જોબચાર્જ માં વધારો કર્યો છે. રો મટીરીયલ્સના ભાવ વધતા સુરત પ્રોસેસર્સ દ્વારા જોબ ચાર્જમાં વધુ એક વખત 10 ટકાનો વધારો કરાયો છે. આ વધારો તારીખ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. સુરત શહેરના અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ચાલતી 200થી વધુ કાપડની ચીંધી વાપરતા થયા છે. ગેરકાયદે મિલો સામે જી.પી.સી.બી અને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.
એક મહિનામાં કોલસાના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. એજ રીતે પ્રિન્ટિંગના ભાવમાં 25 ટકાનો વધારો,હાઈડ્રોના ભાવમાં 20 ટકાના વધારો થયો છે. મહત્વની વાત એ છે કે કોલસાનો ભાવ 8,000 રૂપિયાથી વધી 11,500 રૂપિયા સુધી વધી ગયાં છે. કલર કેમિકલમાં લાખ રૂપિયાના 1 લાખ 40 હજાર થયા છે. જેથી સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા પ્રોસેસિંગ ચાર્જમાં 10 ટકાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતના આ જાણીતા શહેર નજીક સ્થપાશે રાજ્યનો પ્રથમ વ્હીક્લ સ્ક્રેપ પ્લાન્ટ, જાણો વધુ વિગત
અમદાવાદઃ સેન્ચુરી મેટલ રિસાયકલીંગ (સીએમઆર) અને કટારિયા ગ્રુપ (ગુજરાત) વચ્ચેનું સંયુક્ત સાહસ સીએમઆર કટારિયાએ ગુજરાત સરકાર સાથે ગુજરાતમાં પ્રથમ વ્હીકલ સ્ક્રેપ પ્લાન્ટ સ્થાપિત કરવા એમઓયુ કર્યું છે. NH-48 પર ખેડા પાસે પ્રથમ વ્હીકલ સ્ક્રેપ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ એમઓયુ તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી ઈન્વેસ્ટર સામિટમાં કરવામાં આવ્યું હતું. એઆરએઆઈ અને એમઓઆરટીએચની માર્ગદર્શિકાઓની મંજૂરીને આધીન ગુજરાત સરકારનાં પોર્ટસ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ સાથે આ જોડાણ કરવામાં આવ્યું હતું.
વર્ષે કેટલા ટુ વ્હીલર, ફરો વ્હીલર સ્ક્રેપ થઈ શકશે
સીએમઆર કટારિયાના ડાયરેક્ટર ધર્મેન્દ્ર મિશ્રાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, કંપની દ્વારા એન્ડ ઓફ લાઈફ (ઈએલવી) સ્ક્રેપીંગ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. તેમાં પ્રથમ ચરણમાં ફોર વ્હીલર્સની 15,000, કોમર્શિયલ વ્હીકલ્સની 2500 અને ટુ વ્હીલર્સની 50,000ની વાર્ષિક ક્ષમતા રહેશે. આ સુવિધામાં પૂરતી જમીન, લેટેસ્ટ મશીન્સ અને ઈક્વિપમેન્ટસ, સોફટવેર અને કાર્યદક્ષ માનવબળ હશે. ભવિષ્યમાં સીએમઆર કટારિયા આ ક્ષમતાને બમણી પણ કરી શકે છે.