(Source: ECI/ABP News/ABP Majha)
SURAT: દિવાળી તહેવારનો લાભ ઉઠાવી સુરતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાસ
SURAT: સુરતમાં ડ્રગ્સને લઈ સુરત પોલીસ ખૂબ જ એલર્ટ અને સતત જોવા મળી રહી છે. સુરત પોલીસ દ્વારા સપ્ટેમ્બર 2020થી ડ્રગ્સ અભિયાન ખૂબ અગ્રેસર રીતે ચલાવાઈ રહ્યું છે.
SURAT: સુરતમાં ડ્રગ્સને લઈ સુરત પોલીસ ખૂબ જ એલર્ટ અને સતત જોવા મળી રહી છે. સુરત પોલીસ દ્વારા સપ્ટેમ્બર 2020થી ડ્રગ્સ અભિયાન ખૂબ અગ્રેસર રીતે ચલાવાઈ રહ્યું છે. ત્યારે સુરત પોલીસની નજરથી બચીને કઈ રીતે શહેરમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવે તેની પર ડ્રગ્સના કારોબારીઓ અને પેડલરો પ્લાનિંગ કરી અવનવા પેતરાઓ અજમાવે છે અને શહેરમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરે છે.
હાલ દિવાળીના તહેવારનો સમય ચાલી રહ્યો છે. તહેવારમાં વ્યસ્ત લોકોની સાથે સાથે સુરત પોલીસ પણ વ્યસ્ત હોય તેવું માની તેનો લાભ ડ્રગ્સ ઘુસાડનાર પેડલરો લેવાનો પ્રયાસ કરવા ગયા હતા. પરંતુ સુરતની SOG પોલીસ તહેવારમાં પણ સતર્ક હતી. પોલીસની સતર્કતાને કારણે સુરતમાં ડ્રગ્સનો જથ્થો લાવે તે પહેલા જ સુરત સચિન હાઇવે પર આવેલા કપલેથા ચેકપોસ્ટ પરથી જ ચાર જણાને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. જે સાથે દિવાળીનો લાભ ઉઠાવવાનો તેમનો મનસુબા પર એસઓજી પોલીસે પાણી ફેરવવી નાખ્યું હતું.
SOGએ 60 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
દિવાળીના દિવસે જ શહેરમાં ડ્રગ્સ ઘુસાડવાનો જે પ્રયાસ થઈ રહ્યો હતો તેમાં સુરત SOG પોલીસે પાણી ફેરવી નાખ્યું હતું. સુરતના કોટ વિસ્તારમાં રહેતા ચાર ડ્રગ્સના પેડલરો મહારાષ્ટ્ર મુંબઈ ખાતેથી મેથેડ્રોન MDની હેરાફેરી કરે છે અને તેઓ મુંબઈ ખાતે ડ્રગ્સનો મોટો જથ્થો લેવા ગયા હોવાની માહિતી સુરત SOG ટીમને મળી હતી. મળેલી માહિતીની ખરાઈ કરવા માટેની ટીમ તહેવારમાં પણ કામે લાગી હતી. આ માહિતી સાચી હોવાનું જણાય આવ્યું હતું. જેથી આ પેડલરોની તમામ માહિતી SOG એકત્ર કરી, કઈ ગાડીમાં ગયા છે અને કયા રસ્તેથી તેઓ સુરતમાં આવવાના છે. તે તમામ બાબતની માહિતી એકત્ર કર્યા બાદ સુરતની SOGની ટીમ દ્વારા ડ્રગ્સનો જથ્થો સુરતમાં ઘુસાડે અને નશાનો કારોબાર ફેલાવે તે પહેલા જ ચારેય પેડલરોને ઝડપી પાડ્યા હતા. SOGની ટીમ સુરત સચિન હાઈવે પર આવેલ કપ્લેથા ચેકપોસ્ટ પાસે વોચમાં જ હતી. આ દરમિયાન પોલીસે ત્યાંથી કારમાં એમડી ડ્રગ લઈને પસાર થઈ રહેલા ચારેય પેડલરોની તપાસ કરતા કારમાંથી 559 ગ્રામનું રૂપિયા 59 લાખની કિંમતનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસે ચાર લોકોની ધરપકડ કરી
SOG પોલીસ દ્વારા બાતમીને આધારે 59 લાખનું ડ્રગ્સ શહેરમાં ઘુસાડાઇ તે પહેલા ઝડપી પાડ્યું હતું. પોલીસે કપલેથા ચેકપોસ્ટ પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે અજુદ્દીન ઉર્ફે કાલા શેખ, રીઝવાન ઉર્ફે સ્માર્ટી, મોહમ્મદ તોહીદ મોહમ્મદ આરીફ શેખ અને ઇમરોજ ઇદ્રીશ શેખને પોલીસે 590 ગ્રામના MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ પાસેથી 59 લાખનું એમડી ડ્રગ્સ, રૂપિયા 2.20 લાખના 7 મોબાઈલ ફોન, 47000 રોકડા, પાંચ લાખની કાર મળી કુલ 66.67 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, પકડાયેલ તમામ પેડલર અન્ય સાતને MDની ડિલિવરી કરવાના હતા. જેમાં સૈયદ શોહેલ શોકીત આલમ, અદ્રાનબાબા,ચંદન,અરિહંત, પપ્પુ,મઝર ખાન, તોસીફ કાલા આ તમામને MD પહોંચાડવા માટે પણ આ MD ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. જેથી આ તમામને પોલીસ વોન્ટેડ જાહેર કરી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.