સુરતમાં વેપારીઓને ભાજપને પાર્ટી ફંડ માટે 1 લાખનો ચેક આપવાનો મેસેજ વાયરલ કરનાર વેપારીની અટકાયત
સુરત ટેક્સટાઇલ માર્કેટ લિઝના રૂપિયા વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપને 1 લાખનો ચેક આપવા અંગેનો મેસેજ વાયરલ કરનાર કાપડ વેપારીની અયકાયત કરવામાં આવી છે.
સુરત : સુરત ટેક્સટાઇલ માર્કેટ લિઝના રૂપિયા વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપને 1 લાખનો ચેક આપવા અંગેનો મેસેજ વાયરલ કરનાર કાપડ વેપારીની અયકાયત કરવામાં આવી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટની લિઝ રીન્યુ મામલે ભાજપને એક લાખ અલગથી આપવાના હોવાનો વાયરલ મેસેજ કરાયો હતો. સુરત શહેર ભાજપ પ્રમુખ દ્વારા મેસેજ કરનાર સામે સલાબત પુરા પોલીસમાં અરજી કરી હતી. ભાજપની ફરિયાદ ને પગલે પોલીસે કાપડ વેપારી દિનેશ રાઠોડની કરી અટકાયત.
સુરત ટેક્સ ટાઇલ માર્કેટ લીઝના પૈસાના નામે ભાજપને પાર્ટી ફંડ આપવાના મેસેજથી ખળભળાટ મચ્યો છે. લીઝ માટે આપવાના 5 લાખ માંથી 1 લાખ ભાજપને આપવાની વાત મેસેજમાં કરવામાં આવી છે. જેમાં 4 લાખનો ચેક STM ના નામે અને 1 લાખ ભાજપના નામે આપવાનો તેવું લખાણ લખાયું છે. સુરત ટેક્સ ટાઇલ માર્કેટની જગ્યા લીઝ પર આપવા મુદ્દે અગાઉ પણ વિવાદ થયો છે. 2018 માં લીઝ પુરી થયા બાદ ફરી માર્કેટએ 127 કરોડ પ્રીમિયમ ભરવાનું હતું. જોકે વાયરલ થનાર મેસેજ ખોટો હોવાનું ભાજપ જણાવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ નો ગંભીર આરોપ છે કે પાલિકાની તિજોરીને નુકસાન કરી રહ્યું છે ભાજપ.
સુરત ટેક્સ ટાઇલ માર્કેટમાં સોસિયલ મીડિયામાં વાયરલ થયું કે ભાજપને એક લાખ અને 4 લાખ માર્કેટને જમા કરવામાં આવે, જ્યારે આ બાબતે ભાજપ પગલાં ભરી શકે છે. સુરતની એસટીએમ માર્કેટના વેપારીઓને મોર્કેટની લીઝ રુન્યુ કરવા માટે મોકલાયયેલા મેસેજમાં બે ચેક લાવવાના અને તેમાં પણ એક લાખનો એક ચેક ભાજપના નામનો લાવવાના મેસેજને પગલે ભારે વિવાદ ઉભો થવા પામ્યો છે.
આ બાબતે સુરત શહેર ભાજપ વિવાદમાં સપડાઇ છે તો જોવું રહ્યું હકીકત શું સામે આવે છે. સુરત ટેકસટાઈલ માર્કેટના મેનેજિંગ કમિટીના સભ્ય અને કાપડ વેપારી દિનેશ કુમાર રાઠોડ દ્વારા હાલમાં જ માર્કેટના 1033 દુકાનદારોને એક મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ વેપારીઓને અપીલ કરી હતી કે, માર્કેટ લીધ માટે સુરત મહાનગરપાલિકામાં આગામી 5મી માર્ચ પહેલા રકમ જમા કરાવવાની છે અને તે માટે તમામ વેપારીઓએ ચાર લાખનો ચેક સુરત ટેકસટાઈલ માર્કેટના નામે, જયારે એક લાખ રૂપિયાનો ચેક ભારતીય જનતા પાર્ટીના નામે આપવાનો ખુલ્લેખુલ્લો નિર્દેશ અપાયો છે. આ મેસેજને પગલે વેપારીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે, ભાજપને એક લાખ રૂપિયાનો ચેક આપવાનો તે પાર્ટી ફંડ પેટે ફરજિયાત છે કે મરજિયાત છે, તેની કોઈ ચોખવટ આ મેસેજમાં કરવામાં આવી નથી. સુરત ટેકસટાઈલ માર્કેટના કર્તાહર્તા દિનેશ રાઠોડ દ્વારા વધુમાં વેપારીઓને જણાવ્યું છે કે, આ બંને ચેકો તાત્કાલિક માર્કેટ ઓફિસમાં જમા કરવાનના રહેશે અને તેમ છતાં જો કોઈ વેપારીઓને આ અંગે શંકા- કુશંકા હોય તોતેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકે છે. જો કે સમગ્ર પ્રકરણમાં વિવાદનું કેન્દ્ર બનેલા વેપારી અને એસટીએમના મેનેજીંગ કમિટીના સભ્ય દિનેશ રાઠોડનો સંપર્ક કરવાનો કર્યો હતો તો તેનો ફોનનો રીપ્લાય આવ્યો ન હતો.
સુરત ટેક્સટાઈલ માર્કેટમાં 1033 દુકાનો છે. જે મુજબ દરેક દુકાન માલિકે પાસે 5 લાખ આપવાના હતાં. પરંતુ વિવાદ ત્યારે થયો કે જ્યારે સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને મેસેજ કરાયો કે, 4 લાખનો ચેક સુરત ટેક્સટાઈલ માર્કેટના નામે અને 1 લાખનો ચેક ભારતીય જનતા પાર્ટીના નામે આપવાનો છે. વાયરલ મેસેજ ખોટો છે. ભાજપના નામે એક પણ રૂપિયો માંગવામાં આવ્યો નથી. કોઈ વ્યક્તિ દ્વારા ખોટી રીતે મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે, તેવું ભાજપ કહી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના માજી મેયર અને હાલના શહેર ભાજપ પ્રવકતા ડો.જગદીશભાઈ પટેલે જણાવ્યું હતુ કે આ મેસેજ ખુબ જ બેજવાબદારી પુર્વક છે. આ મેસેજ સાથે ભારતીય જનતા પાર્ટી કે એનો કોઈપણ વ્યકતિને લાગતુ- વળગતુ નથી. તદ્દન પાયાવિહોણો મેસેજ છે. સુરત પાલિકા દ્વારા આપવામાં આવેલી 24435 ચોરસ મીટર જમીન પર સુરત ટેક્સટાઈલ માર્કેટ કો.ઓપરેટીવ સોસાયટી દ્વારા કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 1968માં એક ચોરસ મીટર દીઠ 2.5 રૂપિયા તરીકે જમીન લીઝ પર આપવામાં આવી હતી. જે વર્ષ 2018માં પૂરી થતા જંત્રીના ભાવ પ્રમાણે 127 કરોડ રૂપિયા પ્રિમિયમ ભરવા કહેવાયું હતું. પાલિકાના નિર્ણય પછી 31 માર્ચ સુધીમાં 4 હપ્તા ભરવા જણાવ્યું હતું.આ બાબતે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે પણ હવે હકીકત શુ છે તે ભાજપ દ્વારા શુ પગલાં લેવામાં આવે ત્યાર બાદ ખ્યાલ આવશે.