(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ મોટા શહેરમાં અબજોનો વેપાર કરતી માર્કેટ્સ સ્વૈચ્છિક રીતે 10થી 15 દિવસ બંધ રાખવા નિર્ણય, જાણો વિગત
આકરી ગાઇડલાઇન અને ઓડ-ઇવન ફોર્મ્યુલામાં કોઈ પણ દુકાનમાં અઠવાડિયામાં ત્રણ જ દિવસ કામકાજ શક્ય હોવાથી વેપારીઓના મતે બંધ જ રાખવું યોગ્ય છે
સુરતઃ સુરતમાં કોરોનાના કેસોની વધતી સંખ્યાને કારણે સૌથી વ્યસ્ત એવી ટેક્સટાઇલ માર્કેટમાં સ્વૈચ્છીક બંધનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડ પ્રમાણે ટેક્સટાઈલ માર્કેટ્સ સ્વૈચ્છિક રીતે જ 10થી 15 દિવસ માટે કામકાજ બંધ રાખશે કે જેથી કોરોનાનું સંક્રમણ વધે નહીં.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના વધતા કેસોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન બહાર પડાઈ છે. ટેક્સટાઇલ માર્કેટનાં એસોસિએશનોના મતે, આકરી ગાઇડલાઇન અને ઓડ-ઇવન ફોર્મ્યુલામાં કોઈ પણ દુકાન અઠવાડિયામાં ત્રણ જ દિવસ કામકાજ શક્ય હોવાથી વેપારીઓના મતે બંધ જ રાખવું મુવદારે યોગ્ય છે તેથી ટેક્સટાઇલ માર્કેટ્સમાં આ સ્વૈચ્છિક બંધનો ટ્રેન્ડ શરૂ થયો છે.
સુરત શહેરમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરની ટેક્સટાઈલ માર્કેટ્સ માટે કોરોનાની નવી ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન પ્રમાણે 100 દુકાનોવાળી માર્કેટમાં કોરોનાના 2 કેસ, 500 દુકાનોવાળી માર્કેટોમાં કોરોનાના 5 કેસ અને 500થી વધુ દુકાનોવાળી માર્કેટમાં કોરોનાના 10 કેસ મળશે માર્કેટ બંધ કરવું પડશે. એટલું જ નહીં પણ 14 દિવસ માટે માર્કેટ સીલ કરી દેવાશે. આ ઉપરાંત માર્કેટ સોમવારથી શુક્રવાર જ ચાલુ રાખી અને શનિવાર અને રવિવારે માર્કેટ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા ટેક્સટાઈલ માર્કેટ માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈનમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ નોશ ઉપરાંત સેનિટાઈઝરનો ફરજિયાત ઉપયોગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. મહાનગર પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈજ લાઈનનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ ગાઈડલાઈનનો અમલ કરવામાં ન આવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે માર્કેટ પણ બંધ કરાવી દેવામાં આવશે.