શોધખોળ કરો

સુરતઃ થાઈ યુવતી મીમ્મીને કોણે જીવતી સળગાવી દીધી? કોની સંડોવણી ખૂલે તેવી પ્રબળ શક્યતા? નામ જાણી ચોંકી જશો

હત્યાનો ભોગ બનેલી મિમ્મીની રૂમ પાર્ટનર એડા અને મિત્ર ચેતનની હત્યામાં સંડોવણી હોવાની શંકા છે. ટૂંકમાં ખુલાસો થાય તેવી શકયતા છે.

સુરત: શહેરના ચકચારી થાઈ યુવતી વનીદા ઉર્ફે મીમ્મીના રહસ્યમય મોતના કેસમાં ગમે ત્યારે મોટો ધડાકો થાય તેવી શક્યતા છે. સુરત પોલીસે આ રહસ્યમય મોતના કેસમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે. તેમજ ગમે ત્યારે હત્યારાના નામનો ખુલાસો થાય તેવી પણ પ્રબળ શક્યતા છે. થાઈલેન્ડ યુવતીને જીવતી સળગાઈ દેવાનો મામલે ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 6 દિવસ બાદ SITની રચના કરી હત્યાના પુરાવા મળતા કર્યો ગુનો દાખલ કરાયો છે. અજાણીયા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સુરતના અલગ અલગ સ્પામાં થાઈ યુવતી મીમ્મી કામ કરતી હતી. હત્યાનો ભોગ બનેલી મિમ્મીની રૂમ પાર્ટનર એડા અને મિત્ર ચેતનની હત્યામાં સંડોવણી હોવાની શંકા છે. ટૂંકમાં ખુલાસો થાય તેવી શકયતા છે. ગત રવિવારે સવારે મગદલ્લા સ્થિત ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઈલેન્ડની યુવતીની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ રહસ્યમય મોતના કેસમાં પોલીસના હાથમાં મહત્વના પુરાવા લાગ્યા છે. છ દિવસ બાદ SITની રચના કરી પુરાવા મળતા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હવે આ દિશામાં વધુ તપાસ થશે. થાઇલેન્ડની યુવતી વનીદાના રહસ્યમય મોત કેસમાં સત્ય સુધી પહોંચવા પોલીસ પ્રયત્નશીલ છે ત્યારે આ કેસમાં ચેતન નામના નવા કેરેક્ટરની એન્ટ્રી થઈ છે. વનીદાની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી લાશ મળી આવી તેના ગણતરીના કલાકો પૂર્વે એટલે કે શનિવારે રાત્રે 1.30 વાગ્યે વનીદાએ ચેતન નામના યુવાનને લાઇન એપ્લિકેશન પરથી વિડીયો કોલ કર્યો હતો. ચેતન વેસુ વિસ્તારના સ્પામાં મેનેજર છે અને તેનો પરિવાર વરાછા વિસ્તારમાં રહે છે. ચેતન પોતે મગદલ્લા વિસ્તારમાં જ ભાડાના મકાનમાં રહે છે. વનીદાએ તેને અડધી રાત્રે શું કરવા કોલ કર્યો એ સવાલનો જવાબ મેળવવા પોલીસે મથામણ શરૂ કરી છે. વનીદાનું શોર્ટ સર્કીટથી આગ લાગવાથી થયું હોવાનો પહેલો દાવો કરાતો હતો પણ ડીજીવીસીએલના અધિકારીએ પોલીસ સમક્ષ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો ઈન્કાર કર્યો છે. એ પછી હવે ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરે પણ ઇન્કાર કર્યો હતો. જોકે, હવે હત્યાનો ગુનો દાખલ થતા આ દિશામાં તપાસ થશે. મગદલ્લાના ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઇલેન્ડની યુવતી વનીદા બુર્સોના ઉર્ફે મીમ્મીની હત્યા થઈ કે અકસ્માત મોત થયું તેના ભેદ ઉકેલવા માટે મથામણ કરી રહેલી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. વનીદા ઉર્ફે મીમ્મીના અપમૃત્યુ કેસમાં એફએસએલ, ફોરેન્સીક મેડિકલની ટીમ, ડીજીવીસીએલ કંપનીના અધિકારીઓ, ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરને સાથે રાખી તપાસ કરાઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ
Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ
Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો
Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો
Embed widget