સુરતઃ સાળીએ જ પોતાના બનેવી પર જીવલેણ હુમલો કરાવ્યો , સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઇ કેદ
મળતી માહિતી અનુસાર સુરતના રાંદેરમાં પ્રેમિકાના ઈશારે પ્રેમીએ બનેવી પર કુહાડીથી હુમલો કર્યો હતો.
સુરતઃ સુરતમાં સાળીએ જ પોતાના બનેવી પર જીવલેણ હુમલો કરાવ્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર સુરતના રાંદેર વિસ્તારમાં પ્રેમિકાના ઈશારે પ્રેમી બનેવી પર કુહાડી લઈને તૂટી પડ્યો અને માથા સહિત હાથ પર ઘા માર્યા હતા. આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. મળતી માહિતી અનુસાર સુરતના રાંદેરમાં પ્રેમિકાના ઈશારે પ્રેમીએ બનેવી પર કુહાડીથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં પણ પ્રેમલગ્ન કરતા સાળીને મન દુઃખ થયું હોવાનું ઇજાગ્રસ્ત બનેવી સલીમે જણાવ્યું હતું.
18 વર્ષના પ્રેમલગ્નમાં આ 5મો હુમલો થતા પરિવાર ડરના માહોલમાં જીવવા મજબૂર બન્યું છે. જોકે CCTVમાં કેદ હુમલાની ઘટના બાદ હત્યાના પ્રયાસનું કાવતરું પૂર્વ આયોજિત હોવાનું ઇજાગ્રસ્ત સલીમે જણાવ્યું હતું. સલીમ હાસીમ સાદીકિ (ઇજાગ્રસ્ત) એ જણાવ્યું હતું કે તે રાંદેર તૈયબા એપાર્ટમેન્ટમાં રહે છે અને નોકરી કરી બે સંતાન સાથે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. 14 મીની રોજ તેઓ ઘર નજીક ત્રણબત્તી વિસ્તારમાં કામકાજ માટે ગયા હતા. જ્યાં પાછળથી કોઈ ઇસમે માથા પર કુહાડીથી હુમલો કર્યા બાદ ઉપરા ઉપરી કુહાડીના ઘા માર્યા હતા. તપાસ કરતા ખબર પડી હતી કે સાળી અસમાના ઈશારે એના પ્રેમી સજ્જાદ દ્વારા હત્યા કરવાના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો.માથામાં બે ઘા અને 9 ટાંકા આવ્યા હતા.
સલીમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી. રાંદેર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે