સુરતઃ સ્વીમેર હૉસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડૉક્ટરે કરી લીધી આત્મહત્યા, કઇ રીતે ટુંકાવ્યુ જીવન, જાણો વિગતે
સુરતની સ્વીમેર હૉસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડૉક્ટર જીગીસા પટેલ ગાયનેક વિભાગમાં નોકરી કરતી હતી. જીગીસા પટેલે ક્વૉર્ટરના રૂમમાં ઇન્જેક્શન લઇને આત્મહત્યા કરી લીતા અનેક પ્રકારના તર્કવિતર્ક સામે આવ્યા છે.
સુરતઃ શહેરમાં ફરી એકવાર સનસનાટીભરી આત્મહત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં સ્વીમેર હૉસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડૉક્ટરે હૉસ્પિટલ ક્વૉર્ટરમાં આત્મહત્યા કરી લીધી છે. આપઘાત કરવા પાછળનુ સ્પષ્ટ કારણ સામે આવી શક્યુ નથી. આપઘાત કરનારી ડૉક્ટરનુ નામ જીગીસા પટેલ છે.
માહિતી પ્રમાણે, સુરતની સ્વીમેર હૉસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડૉક્ટર જીગીસા પટેલ ગાયનેક વિભાગમાં નોકરી કરતી હતી. જીગીસા પટેલે ક્વૉર્ટરના રૂમમાં ઇન્જેક્શન લઇને આત્મહત્યા કરી લીતા અનેક પ્રકારના તર્કવિતર્ક સામે આવ્યા છે. આત્મહત્યા કર્યાના સમાચાર મળતા જ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી, અને મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. રેસિડેન્ટ ડૉક્ટરે કયા કારણોસર અચાનક આપઘાત કરીને જીવન ટુંકાવ્યુ તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટ કારણ મળી શક્યુ નથી, જોકે પોલીસે આ અંગે આગળની વધુ કાર્યવાહી કરી રહી છે.
Surat : પત્નીએ આપઘાત કરી લેતા પતિ 7 વર્ષની પુત્રી સાથે તાપી નદીમાં કૂદી ગયો, પુત્રીનું મોત
સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં પત્નીએ ઝેર પીને આપઘાત કરી લેતાં પતિએ પણ 7 વર્ષીય પુત્રી સાથે તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. નદીમાં કૂદી જતાં પુત્રીનું મોત નીપજ્યું છે. જ્યારે પતિ સારવાર હેઠળ છે. સાવકી પુત્રીને માર મારવાના મુદ્દે દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ઝેર પી લીધું હતું. પત્નીએ ઝેર પી લેતા ડરી ગયેલા પતિએ આ પગલું ભર્યું હતું. આ ઘટનામાં પત્ની-પુત્રીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિ સારવાર હેઠળ છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ જનાનગઢના લીલવાના વતની અને હાલ સરથાણા વિસ્તારમાં રહેતા સંજય ભાણજીભાઈ તળાવિયાના ડિવોર્સ થયા છે અને આ લગ્નથી તેને 7 વર્ષીય દીકરી જીયા છે. જે છૂટાછેડા પછી પિતા સાથે રહેતી હતી. છૂટાછેડા પછી તેણે રેખા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન પછી બંને વચ્ચે જીયા મુદ્દે તકરાર થતી હતી.
આ જ મુદ્દે તકરાર થતાં બુધવારે રેખાબેને ઝેરી દવા પી લીધી હતી. આથી સંજય ગભરાઈ ગયો હતો અને પોતાને જેલમાં જવું પડશે, તેમ માનીની જીયાને લઈ સવજી કોરાટ બ્રિજ પાસે ગયો હતો. જ્યાં હૈયાફાટ રૂદન કર્યા પછી દીકરી સાથે નદીમાં ઝંપલાવી દીધું હતું. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ જીયાનો મૃતદેહ નદીમાંથી કાઢ્યો હતો. જ્યારે સંજયને બચાલી લીધો હતો.
કાપોદ્રા પોલીસે રેખાબેનનાં મોત મામલે અકસ્માતે મોત અને સંજય તળાવીયા વિરુદ્ધ જીયાની હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 35 વર્ષીય સંજય તળાવિયાના 2018માં જલ્પા સાથે ડિવોર્સ થયા હતા. જ્યારે સંજયની 32 વર્ષીય બીજી પત્ની રેખાના પણ અગાઉ છૂટાછેડા થયા હતા અને રેખાને પહેલાં લગ્નથી એક પુત્ર હતો. સાત વર્ષીય માસુમ બાળકી જીયા બીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.