Tapi : ખેતરની વાડમાં મૂકેલા ઝાટકાએ લીધો એક જ પરિવારના ત્રણ લોકોનો ભોગ, પરિવારનું હૈયાફાટ રૂદન
Gujarat News: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં રહેતા એક ખેડૂતે તેના પાકને બચાવવા ખેતરની ફરતે કરંટવાળી વાડ કરી હતી. જેમાંથી કરંટ લાગતાં પિતા, માતા અને પુત્રના મોત થયા હતા

Tapi: ખેતી કરતાં ખેડૂતોને જાનવરો તેમના પાકને નુકસાન પહોંચાડશે તેવો ડર લાગતો હોય છે, જેના કારણે ખેતર ફરતે કરંટવાળો તાર (ઝટકા મશીન) મૂકતા હોય છે. જોકે ઘણી વખત આવા તારવાળી વાડ તેમના માટે મુસીબતનું કારણ પણ બને છે. તાપી જિલ્લામાં ખેતી પાકને બચવવા મુકેલી કરંટવાળા તારથી એક જ પરિવારના ત્રણ લોકોના કરૂણ મોત થયા છે.
કરંટ લાગતાં પિતા, માતા અને પુત્રના મોત
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં રહેતા એક ખેડૂતે તેના પાકને બચાવવા ખેતરની ફરતે કરંટવાળી વાડ કરી હતી. જેમાંથી કરંટ લાગતાં પિતા, માતા અને પુત્રના મોત થયા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને મૃતકના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.
વાપીથી સોમનાથ જતી લકઝરી બસમાં લાગી આગ, મહિલાનું મોત
ચોટીલા - રાજકોટ હાઇવે પર આપા ગીગાના ઓટલા પાસે ખાનગી લક્ઝરી બસમાં વહેલી સવારે અચાનક આગ લાગતાં દોડધામ મચી હતી. બસમાં આગ લાગતા એક મહિલા મુસાફરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર થી પાંચ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાહતા. પ્રાથમિક તપાસમાં ખાનગી લક્ઝરી બસ મુસાફરોને લઈને વાપી થી સોમનાથ તરફ જઈ રહી હતી તે દરમિયાન બનાવ બન્યો હતો. અનેક મુસાફરોનો કિંમતી માલ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી બસમાં લાગેલ આગને બુજાવી હતી.
ગોંડલના ભુણાવા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
રાજકોટ જિલ્લાના ગોંડલના ભુણાવા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોનાં મોત થયા છે. રાજકોટથી ગોંડલ આવતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં કોઠારીયાના હર્ષ ભરતભાઇ ભાલાળા (ઉ.વ. 22) અને એક અજાણી લેડીઝનું મોત થયું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ
Gujarat Agriculture Scheme: ગુજરાતમાં ખેડૂતોના પાકને જંગલી જાનવરથી બચાવવા સરકાર ચલાવે છે યોજના, જાણો કેટલી આપે છે સહાય
Covid-19: ભારતના આ રાજ્યમાં કોરોનાના આંકડા છે ડરામણા, ડિસેમ્બરમાં દેશના 38 ટકા મામલા નોંધાયા





















