Tapi : સુમુલના આસિસ્ટન્ટ મેનેજરે ઓવરબ્રિજ પરથી કૂદીને કરી લીધો આપઘાત, અનેક તર્ક-વિતર્ક
સુમુલના આસિસ્ટન્ટ મેનેજરે આત્મહત્યા કરી લેતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સુમુલ ડેરીના બાજીપૂરા ખાતે આવેલા પ્લાન્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રતાપભાઈ બેન્દ્રેએ આત્મહત્યા કરી લીધી છે.
તાપીઃ વાલોડના બાજીપૂરા ખાતે આવેલ સુમુલના ચિલિંગ સેન્ટર નજીકના બ્રિજ પરથી સુમુલના આસિસ્ટન્ટ મેનેજરે કૂદકો મારી આત્મહત્યા કરી લેતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સુમુલ ડેરીના બાજીપૂરા ખાતે આવેલા પ્લાન્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રતાપભાઈ બેન્દ્રેએ આત્મહત્યા કરી લીધી છે.
નેશનલ હાઇવેના ઓવરબ્રિજ પરથી નીચે કૂદી જઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કેમ કરી અને સુમુલ પ્લાન્ટ નજીકના બ્રિજ પરથી જ કેમ કરી એવા અનેક સવાલ સાથે પોલીસે તપાસ શરૂ કરી છે. વાલોડ પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
Bharuch : ટ્રકની અડફેટે મોપેડ પર જતાં દંપતીના મોતથી અરેરાટી
ભરૂચઃ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં પતિ પત્નીનું મોત નીપજ્યું છે. ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત સર્વિસ રોડ ઉપર કન્ટેનર ચાલકે મોપેડને ટક્કર મારતા સોનગઢના દંપતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે રહેતા 45 વર્ષીય હીરાલાલ શાહ અને તેઓની પત્ની રીટાદેવી શાહ પોતાની મોપેડ નંબર-જી.જે.26.એ.સી. 7304 લઈ અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી ભરૂચ તરફ જતા સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ કન્ટેનર નંબર-જી.જે.06.એ.વી. 4402ના ચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે શહેર પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.