શોધખોળ કરો
Advertisement
સુરતમાં મોડીરાત્રે કાપડ માર્કેટમાં લાગી ભીષણ આગ, 50થી વધુ ફાયર ફાઇટરો કામે લાગ્યા
આગ કયા કારણોસર લાગી તેનુ ચોક્કસ કારણ હજુ બહાર આવ્યુ નથી, પણ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ મનાઇ રહ્યું છે
સુરતઃ સુરત શહેરમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. પુણા કુંભારીયા રૉડ પર આવેલી રઘુવીર સેલિયમ માર્કેટમાં આગ લાગી હતી, આગમાં કોઇ જાનહાનિના સમાચાર નથી પણ મોટા પ્રમાણમાં માલહાનિ થઇ હોવાની શંકા છે.
વહેલી સવારે 3.30 કલાકે રઘુવીર સેલિયમ માર્કેટમાં આગ લાગી હતી. હાલ અહીં બ્રિગેડ કૉલ જાહેર કરાયો છે, શહેરમાં તમામ ફાયર ફાઇટર અહીં આગ પર કાબુ મેળવવા માટે કામ લાગી ગયા છે. ઉપરાંત 3 હાઇડ્રૉલિક ક્રેનથી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
રાત્રે લાગેલી આગની લપેટોમાં આજુબાજુ વિસ્તારો પણ આવી ગયા છે, બેકાબુ બનેલી આગ કયા કારણોસર લાગી તેનુ ચોક્કસ કારણ હજુ બહાર આવ્યુ નથી, પણ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ મનાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના આ માર્કેટમાં 15 દિવસ અગાઉ પણ આગ લાગવાની ઘટના બની હતી.
Gujarat: Fire breaks out in Raghuveer Market in Surat. 40 fire tenders at the spot pic.twitter.com/k0FQRpyFTM
— ANI (@ANI) January 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement