Crime Branch: સુરત ક્રાઈમ બ્રાન્ચના જવાનોએ ચીકલીગરોની જીવના જોખમે કરી ધરપકડ, રસ્તા પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો
સુરત: હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના ઝાંબાઝ જવાનોએ લાઇવ ઓપરેશન કરી ચીખલીગરોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ આરોપીએને પકડવા દિલધકડ ઓપરેશન શરૂ કર્યું હતું.
સુરત: હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના ઝાંબાઝ જવાનોએ લાઇવ ઓપરેશન કરી ચીકલીગરોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ આરોપીએને પકડવા દિલધકડ ઓપરેશન શરૂ કર્યું હતું. જે બાદ બારડોલી નજીક ચીકલીગરોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેવી રીતે જીવના જોખમે આ આરોપીઓને પકડી પાડ્યા છે. નોંધનિય છે કે, આ ઓપરેશન દરમિયાન આરોપીએએ ક્રાઇમ બ્રાન્ચ જવાનો પર કાર ચઢાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસે હિંમત હાર્યા વિના આ આરોપીઓને સામનો કર્યો અને તેમને ફિલ્મી ઢબે પકડી પાડ્યા.
સૂતેલા પુત્રના માથામાં કુહાડીના ઘા મારી પિતાએ જ કરી નાંખી હત્યા
નવસારીઃ ખેરગામ તાલુકાના નારણપોર ગામે ખૂદ પિતાએ પુત્રની હત્યા કરી નાંખતા હાહાકાર મચી ગયો છે. નારણપોર ગામે ઝઘડિયા ફળિયામાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગણેશ નામના યુવકની તેના જ પિતા ભગુભાઈ પટેલે હત્યા કરી છે. વહેલી સવારમાં પુત્ર સુતો હતો એ સમયે માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. આશરે 20 થી 21 વર્ષના પુત્રની હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ખેરગામ પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી છે. પોલીસે પિતાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પિતાએ પુત્રની હત્યા કયા કારણોસર કરી એ અકબંધ છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ફરી લૂંટની ઘટના
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લૂંટારુઓને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય એમ એક બાદ એક લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ઓઢવ વિસ્તારમાં પીએમ આંગડિયા પેઢીની લાખો રૂપિયાની લૂંટની ઘટના હજી તાજી છે, ત્યાં ઓઢવ વિસ્તારમાં બીજી લાખો રૂપિયાની લૂંટની ઘટના ઘટી છે.
ઓઢવમાં 15 લાખની લૂંટ
ઓઢવ વિસ્તારમાં જાણે લૂંટારુઓને મોકળું મેદાન માળો ગયું હોય એમ 10 દિવસના ટૂંકા ગાળામાં લખો રૂપિયાની લૂંટની બે-બે ઘટનાઓ ઘટી છે. મળતી માહિતી મુજબ આજે 27 જૂને ઓઢવમાં લૂંટારુઓએ 15 લાખ રૂપિયાની લૂંટ કરી છે. આ લૂંટની ઘટનામાં 4 આરોપીઓ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં 2 લૂંટારુઓએ એક કારને રોકી હતી અને અન્ય બે લૂંટારુઓ કારચાલકના 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે.