શોધખોળ કરો

Crime News: હોસ્પિટલમાં બાળક ચોરનાર મહિલા ઝડપાઇ, પૂછપરછ દરમિયાન આપ્યું આ કારણ

Crime News: સુરતના નવી સિવિલ હોસ્પિટલમાંથી બાળકને ચોરનાર મહિલા આરોપીની ખટોદરા પોલીસે ધરપકડ કરી લીઘી છે. આ મહિલા સુરતના કડોદરા જોલવા ગામ ખાતેથી ઝડપાઇ હતી. પૂછપરછ દરમિયાન તેમણે પોલીસને આ ચોંકાવનારૂ કારણ જણાવ્યું હતું,

સુરત: સુરતના નવી સિવિલ હોસ્પિટલમાંથી  બાળકને ચોરનાર  મહિલા આરોપીની ખટોદરા પોલીસે ધરપકડ કરી લીઘી છે. આ મહિલા સુરતના કડોદરા જોલવા ગામ ખાતેથી ઝડપાઇ હતી. પૂછપરછ દરમિયાન તેમણે પોલીસને આ  ચોંકાવનારૂ કારણ જણાવ્યું હતું,

સુરતની નવી સિવિ હોસ્પિટલમાં એક મહિલા બાળકની ચોરી કરીને નાસી ગઇ હતી, જો કે ખટોદરા પોલીસને  આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરતના કડોદરા જોલવા ગામ ખાતેથી મહિલા ઝડપાઇ હતી. ખટોદરા પોલીસે મહિલાને યુક્તિ પૂર્વક ઝડપી પાડી હતી.મહિલાએ ચોરેલા બાળક માટે મેડિકલ સ્ટોર માં ડાયપર લેવા આવી હતી આ સમય દરમિયાન વોચ રાખીને પોલીસે ઝડપી પાડી છે. આરોપી મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, મહિલાને બાળકો થતા ન હતા એટલે બાળકની ચોરી કરી હતી. આરોપી મહિલાને 2 મહિના પહેલા મિસ કેરેજ થયું હતું એટલે તે દુઃખી હતી. પોતે સંતાન સુખ ન પામી શકતા, આ રીતે  બાળકની ચોરી કરી હતી. જો કે ખટોદરા પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Surat: સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે મિત્રતા યુવતીને ભારે પડી, જાણો વધુ વિગતો

સુરત:  સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે મિત્રતા સુરતની યુવતીને ભારે પડી છે.  શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા યુવકના સંપર્કમાં શહેરની એક યુવતી ઈન્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવી હતી. જો કે બાદમાં આ યુવકે તેના બે મિત્રો સાથે મળીને બિભત્સ ફોટા ડાઉનલોડ કર્યા અને બાદમાં ચહેરો મોર્ફ કરી રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અડાજણમાં પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા રવિરાજ ઓમપ્રકાશ સરગ્રા, ઉધના સિલીકોન શોપર્સની પાસે સત્યનગરની સોસાયટીમાં રહેતા તુષાર બારડોલીયા અને મહિધ૨પુરા ભવાની માતાના મંદિર નજીક હરિપુરામાં રહેતા નિર્મલ ચૌહાણની ધરપકડ કરી છે. 

કોંગ્રેસે અડધી રાતે આ બેઠકના ઉમેદવાર બદલ્યા

ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે જ હાલોલ વિધાનસભા બેઠકનાં કોંગ્રેસ ઉમેદવાર બદલાયા છે. પંચમહાલના હાલોલ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ રાત્રે મેન્ડેટ બદલાયું હતું. કોંગ્રેસ દ્વારા ગઈકાલે ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી, અંતિમ યાદીમાં ગોધરાના માજી ધારાસભ્ય રાજેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી. રાજેન્દ્ર પટેલે ગોધરાથી ચૂંટણી લડવા પક્ષ સમક્ષ ઈચ્છા દર્શાવી હતી, જે પાર્ટીએ અવગણતાં રાજેન્દ્ર પટેલે હાલોલ થી ચૂંટણી લડવા ઈન્કાર કર્યો હતો. રાજેન્દ્ર પટેલે હાલોલથી ચૂંટણી લડવા ઇનકાર કરતા નવા ઉમેદવાર અનિશ બારીયાને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ અપાયું છે.

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે તેના ઉમેદવાર તરીકે નોમિનેટ કરી છે. ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડી રહેલા જાડેજાના પત્ની રીવાબાને જામનગર ઉત્તર વિધાનસભામાંથી ટિકિટ મળી છે. આ સંબંધમાં રીવાબાએ 14 નવેમ્બરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, જે દરમિયાન તેણે એફિડેવિટ પણ ફાઈલ કરી હતી. એફિડેવિટમાં રીવાબા જાડેજાએ પોતાની મિલકતોની માહિતી આપી હતી.

દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ રીવાબા જાડેજા અઢળક સંપત્તિના માલિક છે. જાડેજા દંપતી પાસે 97 કરોડની સંપત્તિ છે, જેમાં કરોડો રૂપિયાની જમીન સાથેનું આલિશાન ઘર પણ સામેલ છે. રીવાબાએ જણાવ્યું કે તેની અને તેના પતિ પાસે એક કરોડ રૂપિયાના દાગીના છે. રવીન્દ્ર જાડેજા ભારતના એક મોટા ક્રિકેટર છે, ક્રિકેટ સિવાય તે ઘણી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે જેમાંથી તે કમાણી કરે છે. રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2021-22માં 18.56 કરોડ રૂપિયાની કમાણી દર્શાવી હતી.

એફિડેવિટમાં રીવાબાએ જણાવ્યું છે કે તેમની અને તેમના પતિ રવિન્દ્ર જાડેજાની કુલ 97 કરોડની સંપત્તિ છે. રિવાબા પાસે 62.35 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 37.43 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ સિવાય જો તેમની ફેમિલી મૂવેબલ પ્રોપર્ટીની વાત કરીએ તો તે 26.25 કરોડ રૂપિયા છે. રવિન્દ્ર જાડેજા પાસે 33 કરોડ 5 લાખ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિ છે. જેમાં ખેતીની જમીન, કોમર્શિયલ પ્લોટ, રહેણાંક પ્લોટ અને તેમના આલીશાન મકાનનો સમાવેશ થાય છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: દુબઈમાં મેચ બાદ હાઈવોલ્ટેજ ડ્રામા, ભારતીય ખેલાડીઓનો નકવીના હાથે મેડલ લેવાનો ઈનકાર
IND vs PAK: દુબઈમાં મેચ બાદ હાઈવોલ્ટેજ ડ્રામા, ભારતીય ખેલાડીઓનો નકવીના હાથે મેડલ લેવાનો ઈનકાર
Embed widget