Surat: યુવક-યુવતીને થયો પ્રેમ, શરીરસુખ માણતાં રહી ગયો ગર્ભ ને પછી કર્યુ એવું કે.....
Surat News: પ્રેમી યુવક અને યુવતી ભાગીને લગ્ન કરવાના હતા. જોકે તે પહેલા જ બંને વચ્ચેના સંબંધને કારણે યુવતીને ગર્ભ રહી ગયો હતો. જેથી મૃત નવજાતને શૌચાલયમાં મુકીને ફરાર થઈ ગયા હોવાનું કબૂલ્યું હતું.
Surat: ડાયમંડ નગરી સુરતના વરાછા વિસ્તારમાં શૌચાલયમાંથી મૃત હાલતમાં નવજાત બાળક મળી આવ્યું હતું. જેને લઈ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે બે પ્રેમી પંખીડાની અટકાયત કરી પૂછપરછ કરી હતી. પ્રેમી યુવક અને યુવતી ભાગીને લગ્ન કરવાના હતા. જોકે તે પહેલા જ બંને વચ્ચેના સંબંધને કારણે યુવતીને ગર્ભ રહી ગયો હતો. જેથી મૃત નવજાતને શૌચાલયમાં મુકીને ફરાર થઈ ગયા હોવાનું કબૂલ્યું હતું.
શું છે મામલો
રાજ્યમાં નવજાત બાળકોને તરછોડી દેવાના કિસ્સા છાશવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે સુરતમાં ત્રણ દિવસ પહલા વરાછાના પે એન્ડ યુઝ શૌચાલયમાંથી નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. શૌચાલયની સાફ સફાઇનું કામ કરતાં કર્મચારી શુક્લ ભથ્થુકુમારે આ અંગે શૌચાલયનું કાઉન્ટર સંભાળતા કર્મચારીને જાણ કરી હતી. મૃત હાલતમાં મળી આવેલા બાળક અંગે વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી બાળકને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યું હતું. આ માલે વરાછા પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી અ યુવક બંને મૂળ મધ્યપ્રદેશના અને આંબાવાડી પાટી ચાલ ઝુંપડપટ્ટી વરાછામાં રહેતા હોવાનું જાણવા મળ્યા બાદ અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં બંનએ એકબીજાના પ્રેમમાં હોવાનું અને ભાગીને લગ્ન કરવાના હતા પરંતુ તે પહેલા શારીરિક સંબંધના કારણે યુવતીને ગર્ભ રહી ગયો હોવાથી બાળકનો જન્મ થયો હોવાથી તેને તરછોડી દીધું હોવાની કબૂલાત કરી હતી. જે બાદ પોલીસ બંનેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
જૂનાગઢના કેશોદમાં દુષ્કર્મના કેસમાં પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા આપવામાં આવી હતી. કોર્ટે ત્રણ મહિનાની અંદર આરોપીને સજા સંભળાવી ભોગ બનનારના પરિવારને 15 લાખની સહાય ચૂકવવા પણ આદેશ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, કેશોદના મોટી ઘંસારી ગામના આધેડે 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા સાથે દુષ્કર્મ આચરી આધેડે સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાએ પુત્રીને જન્મ આપતા પરિવારને જાણ થઈ હતી. આખરે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટના આદેશના પગલે પોલીસે પણ ખૂબ જ ટૂંક સમયમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. સ્પેશલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલી જતા કોર્ટે આરોપી કરસન ઉર્ફે બાબુ માલમ નામના શખ્સને 20 વર્ષની કેદની સજા અને 15 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.