શોધખોળ કરો

General Knowledge: સાઉદી અરેબિયાને લાગ્યો જેકપોટ,કિસ્મત બદલી નાખશે 'સફેદ સોનાનો'નો પહાડ, જાણો વિગતે

General Knowledge: સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા મોટાભાગે તેના તેલ અને કુદરતી ગેસના ભંડાર પર નિર્ભર છે. દેશ હવે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતો તરફ પણ ધ્યાન આપી રહ્યા છે. આ દરમિયાન સાઉદી અરેબિયાને સફેદ સોનાનો ભંડાર મળ્યો છે.

Saudi Arabia Lithium Reserves: વિશ્વ સાઉદી અરેબિયાને તેના તેલ અને કુદરતી ગેસના વિશાળ ભંડાર માટે જાણે છે, પરંતુ આ દેશને એક જેકપોટ લાગ્યો છે. તે દિવસ દૂર નથી જ્યારે સાઉદી અરેબિયા ઊર્જાના અન્ય સ્ત્રોત તરફ જશે. ખરેખર, સાઉદી અરેબિયાના દરિયાઈ વિસ્તારમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયાની સરકારી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ કંપની અરામકોએ તેલ ક્ષેત્રના પાઇલટ પ્રોજેક્ટના ભાગ રૂપે લિથિયમ કાઢવાનું શરૂ કર્યું છે.

સાઉદી અરેબિયાના ખાણકામ બાબતોના નાયબ પ્રધાન, ખાલિદ બિન સાલેહ અલ-મુદૈફરે જાહેરાત કરી છે કે રાજ્ય લિથિયમના સીધા ખાણકામને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં વ્યાપારી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ પ્રોજેક્ટની જવાબદારી કિંગ અબ્દુલ્લા યુનિવર્સિટી ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજીને આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સાઉદી અરેબિયા ઈલેક્ટ્રોનિક કારનું હબ બનવા માંગે છે, તેથી આ દેશ દર વર્ષે આ ક્ષેત્રમાં અબજો રૂપિયાનો ખર્ચ કરી રહ્યો છે, આ દરમિયાન લિથિયમનો ભંડાર મળવો સાઉદી અરેબિયા માટે એક મોટા સમાચાર છે.

ભાવ વધશે તો સાઉદી અરેબિયા માલામાલ થઈ જશે

સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા મોટાભાગે તેના તેલ અને કુદરતી ગેસના ભંડાર પર નિર્ભર છે. તેની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે, દેશ ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતો પર પણ ધ્યાન આપી રહ્યો છે. દરિયાઈ વિસ્તારોમાંથી લિથિયમ કાઢવાની પરંપરાગત પદ્ધતિને ઊંચો ખર્ચ કરવો પડે છે, જો કે, જો વિશ્વભરમાં લિથિયમની કિંમતો વધે તો સાઉદી અરેબિયાને તેનો લાભ મળી શકે છે. સાઉદી અરેબિયાના મંત્રીનું કહેવું છે કે લિથિયમ કાઢવા માટે નવી ટેક્નોલોજીની શોધ કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

લિથિયમ શા માટે મહત્વનું છે?

ભવિષ્યની ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે લિથિયમ એક મહત્વપૂર્ણ સ્ત્રોત માનવામાં આવે છે. વાસ્તવમાં, અશ્મિભૂત ઇંધણના સ્ત્રોતો ઝડપથી ઘટી રહ્યા છે, તેથી વૈજ્ઞાનિકો વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો તરફ વધુને વધુ ધ્યાન આપી રહ્યા છે. આમાં લિથિયમની માંગ સૌથી વધુ છે. લિથિયમને સફેદ સોનું અથવા આધુનિક તેલ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ઈલેક્ટ્રિક વાહનો, મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રોનિક કાર માટે બેટરી બનાવવામાં થઈ રહ્યો છે. તેની ઉપયોગીતાને કારણે સમગ્ર વિશ્વમાં તેની માંગ વધી રહી છે. વિશ્વભરમાં ઊર્જાના નંબર વન સ્ત્રોત તરીકે તેલ અને અન્ય પરંપરાગત અશ્મિભૂત ઇંધણની જગ્યા લઈ શકે છે.

લિથિયમની કિંમત શું છે?

વિશ્વભરમાં લિથિયમની વધતી માંગને કારણે તેની કિંમતો પણ ઝડપથી વધી રહી છે. અહેવાલો અનુસાર, વૈશ્વિક બજારમાં એક ટન લિથિયમની કિંમત લગભગ 57.36 લાખ રૂપિયા છે. વિશ્વ બેંકના અનુમાન મુજબ, 2050 સુધીમાં લિથિયમની વૈશ્વિક માંગમાં 500 ટકાનો વધારો થશે, આ સંદર્ભમાં, સાઉદી અરેબિયામાં લિથિયમ ભંડારની શોધ તેની અર્થવ્યવસ્થા માટે એક મોટો સંકેત છે.

આ પણ વાંચો...

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Embed widget